________________ પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ’...... મુખ મીઠો જૂઠો મનેજી, ફૂડ કપટનો રે કોટ; જીભે તો જીજી કરેજી, ચિત્તમાંહે તાકે ચોટ રે. પ્રાણી 2 / તપ કીધું માયા કરીજી, મિત્રશું રાખ્યો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજોજી, તો પામ્યા સ્ત્રી વેદ રે.” પ્રાણી, 5 (પૃ.૩૦૭) લોભની સઝાય “તમે લક્ષણ જોજો લોભનાં રે, લોભે મુનિજન પામે ક્ષોભના રે, લોભે ડાહ્યા મન ડોલ્યા કરે રે, લોભે દુર્ઘટ પંથે સંચરે રે. તુમે૧ જોતાં લોભનો થોભ દીસે નહિ રે, એવું સૂત્ર સિદ્ધાંતે કહ્યું સહી રે; લોભે ચક્રી સુભમ નામે જુઓ રે, તે તો સમુદ્રમાંહે ડૂબી મૂઓ રે. તુમે૬ એમ જાણીને લોભને છંડજો રે, એક ઘર્મશું મમતા મંડજો રે; કવિ ઉદય રતન ભાખે મુદા રે, વંદું લોભ તજે તેહને સદા રે.” તુમે 7 (પૃ.૩૦૭) ઉપરની ચારે સક્ઝાયોમાં જે કષાયોનું વર્ણન કરેલું છે તે બઘા દોષો મારામાં હોવાથી હું પરમ પાપી છું અને અનાથ છું. “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - લોભનો થોભ જોઈએ; નહીં તો દુઃખ જ આવે સુભમ ચક્રવર્તીનું દૃષ્ટાંત - “છ ખંડ સાથી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચક્રવર્તી કહેવાય છે. એ સમર્થ ચક્રવર્તીમાં સુભમ નામે એક ચક્રવર્તી રાજા થઈ ગયો છે. એણે છ ખંડ સાથી લીઘા એટલે ચક્રવર્તીપદથી તે મનાયો; પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ; હજુ તો તે તરસ્યો રહ્યો. એટલે ઘાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બઘા ચક્રવર્તી છ ખંડ સાધે છે; અને હું પણ એટલા જ સાથું, તેમાં મહત્તા શાની? બાર ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ; સમર્થ આજ્ઞા જીવનપર્યત એ ખંડો પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું; તે ઉપર સર્વ સૈન્યાદિકનો આધાર રહ્યો હતો. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે; તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટકો થશે? માટે દેવાંગનાને તો મળી આવું, એમ ઘારી તે ચાલ્યો ગયો; પછી બીજો ગયો; ત્રીજો ગયો; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા ગયા ત્યારે ચર્મરત્ન બૂડ્યું, અશ્વ, ગજ અને સર્વ સૈન્ય સહિત સુભુમ નામનો તે ચક્રવર્તી બૂડ્યો; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. જુઓ! છ ખંડનું આધિપત્ય તો ભોગવવું રહ્યું; પરંતુ અકસ્માત્ અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનું મૃત્યુ થયું, તો પછી બીજા માટે તો કહેવું જ શું? પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપનો પિતા છે; અન્ય એકાદશવ્રતને મહા દોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું.” (વ.પૃ.૭૬) 239