________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન +9 ) E 7 પ્રભુનું શાસન ત્રણેય લોકમાં તેમજ ત્રણેય કાળમાં સદા જયવંત વર્તા, જયવંત વતો.” Íરપાઈ -પ્ર.વિ. ભાગ-૧ (પૃ.૧૨) પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ'.. “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - ક્રોઘ, માન, માયા, લોભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોઘ કરે તો બધું તપ નિષ્ફળ જાય.” (વ.પૃ.૭૨૭) એવા ભયંકર કષાય ભાવો છે, તેને હું છોડતો નથી. માટે હું પાપી પરમ અનાથ છું. છતાં હે પ્રભુ! મારો હાથ પકડીને અર્થાત્ મને સાચી સમજ આપીને મારા કષાયભાવોને ઘટાડો કેમકે તમે તો કેવળ કરુણાની જ મૂર્તિ છો, દયાના જ સાગર છો. ક્રોધ, માન, માયા, લોભના ફળ ઘણા કડવા છે. તે નીચેની સઝાયોમાં પણ આવે છે“આલોચનાદિ પદ સંગ્રહમાંથી - ક્રોઘની સક્ઝાય “કડવાં ફળ છે ક્રોઘનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે. કડવાં. 1 ક્રોધે ક્રોડપૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોઘ સહિત તપ જે કરે, તે તો લેખે ન આય. કડવાં. 2 સાઘુ ઘણો તપીઓ હતો, ઘરતો મન વૈરાગ; શિષ્યના ક્રોઘ થકી થયો, ચંડકોશીઓ નાગ.” કડવાં, 3 (પૃ.૩૦૫) માનની સઝાય “રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. 2. જીવ૦ 1 સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નવિ મુક્તિ રે; મુક્તિના સુખ છે શાશ્વતાં, તે કેમ લહિયે જુક્તિ રે. રે જીવ૦ 2 વિનય વડો સંસારમાં; ગુણમાં તે અધિકારી રે; માને ગુણ જાયે ગાળી, પ્રાણી જો જો વિચારી રે. રે જીવ૦ 3 માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે; દુર્યોઘન ગર્વે કરી, અંતે તે સવિ હાર્યો રે. રે” જીવ૦ 4 (પૃ.૩૦૬) માયાની સઝાય સમકિતનું મૂળ જાણિયેજી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વ રે, પ્રાણી મ કરીશ માયા લગાર. 1 238