________________ ‘પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ’... મને કોઈ બચાવનાર નથી; માટે મારો હાથ ગ્રહીને મને તારો, પાર ઉતારો. કેમકે દ ii આપ તો કેવળ કરુણાની જ મૂર્તિ છો અને દીનના બંધુ અને નાથ પણ છો. જ “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧,૨'માંથી - “હે! નાથ, મોક્ષ-પથ-નાયક, હાથ ઝાલો, કર્મો કઠિન ચૂરનાર સહાય આલો; હે! વિશ્વ-તત્ત્વ સમજી સમજાવનારા, ગુણો થજો પ્રગટ વંદનથી અમારા. 4 અર્થ :- હે નાથ! મોક્ષમાર્ગના નાયક, આ સંસારમાં ડૂબતા એવા આ પામરનો આપ હાથ ઝાલો. હે કઠીન કમને ચૂરનાર એવા પ્રભુ! મને પણ કર્મોને હણવામાં સહાય આપો. જડ ચેતનાત્મક વિશ્વ તત્ત્વને સમજી, જગત જીવોને સમજાવનારા એવા હે પ્રભુ! આપને સાચા ભક્તિભાવે વંદન કરવાથી અમારા પણ આત્મગુણો પ્રગટ થજો, એમ ઇચ્છીએ છીએ. જો આશ્ચર્ય સર્વ ઘરતા પ્રભુ, ઉર આવો, સંપૂર્ણ આત્મ - ગુણ દાસ તણા જગાવો; આત્માથી સર્વ હીન છે, નથી માગવું તે, શ્રી બોઘરૂપ બનવા પ્રભુ, જીવવું છે. 5 અર્થ - હે પ્રભુ! આપનું અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્ય સર્વ આશ્ચર્યમય છે. એવા સર્વ આશ્ચર્યને ઘારણ કરનારા પ્રભુ! આપ મારા હૃદયમાં પઘારો. આ દાસના પણ સંપૂર્ણ આત્મગુણો જે તિરોભાવે રહેલા છે તેને આવિર્ભાવે કરી, મોહનદ્રામાંથી જાગૃત કરો. આ જગતમાં રહેલા સર્વ પદાર્થો આત્માથી હીન છે, તેની આપની પાસે હવે કોઈ માગણી નથી. પણ શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત એવા બોઘરૂપ એટલે જ્ઞાનરૂપ બનવા અર્થે હે પ્રભુ! હવે માત્ર જીવવું છે. માટે આ પામરને તેમ થવા સહાય આપો.” -પ્ર.વિ. ભાગ-૨ (પૃ.૪૪૪) અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણામૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. 24 અર્થ - આપે અલૌકિક એવું શુદ્ધ આત્મપદ પ્રગટ કર્યું તો નાદાન એવો હું પણ આપની પાસે તે પદ પ્રાપ્તિની આશા રાખું છું. આપ કેવળ કરુણાની જ મૂર્તિ છો. તેથી આપના પદને શોભે એવું ઘટતું દાન મને આપજો. જેથી હું પણ સર્વકાળને માટે સુખી થાઉં. સર્વોત્તમ દાન આપનાર એવા કરુણાળુ પ્રભુ જિનેન્દ્રનો જગતમાં સદી જયજયકાર હો. 24 તુજ સમ્મતિમાં મતિ હો મારી, ગળે દેહ-અભિમાન, હૈયાનો ઉજ્જડ હું તેમાં વસજો રાજ પ્રઘાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. 25 અર્થ - આપની હામાં હા ને નામાં ના એવી મારી મતિ હોજો. કે જેથી મારું અનાદિનું દેહાભિમાન નાશ પામે. હું તો પ્રભુ! હૈયાનો ઉજડ છું, અર્થાત મારું હૃદય ખાલી છે. તેમાં યુગપ્રઘાન એવા આપ રાજ પ્રભુનો સદા વાસ હોજો એ જ આ પામરની આપ પ્રભુ પ્રત્યે ભાવભીની પ્રાર્થના છે. સર્વ સુખના મૂળભૂત મોક્ષમાર્ગના ઉપદેષ્ટા એવા મહાન શ્રી જિનેન્દ્ર 237