________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન [; ન પુરુષને સામે આવતા જોઈ મેં ઘાર્યું કે તેઓ જ હશે. પાસે જઈ મેં તેમને પૂછ્યું કે આપની સાથે ચાલું? એક ક્ષણ વિચાર કરી તેમણે કહ્યું, “ચાલો.” પછી મેં મારા મનની સ્થિતિ કહીને પૂછ્યું : પ્રશ્ન : “આત્મા છે?” શ્રીમદે ઉત્તર દીઘો : “આત્મા છે.” પ્રશ્ન : અનુભવથી કહો છો કે આત્મા છે? ઉત્તર : “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે, તે તો અનુભવ ગોચર છે; તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ.” સત્ય વક્તા જેવી વાણી ઉપર મને શ્રદ્ધા થઈ તેમનું કહેવું મને સત્ય વક્તાના જેવું લાગ્યું, અને તેમના બોલવા ઉપર મને શ્રદ્ધા થઈ. તે સંબંધી ચર્ચા કરતાં અમે બંગલામાં આવી પહોંચ્યા. તેમની વાત ઉપરથી મને જણાયું કે જીવ છે, જીવો અનેક છે, કર્મ છે, પૂનર્જન્મ છે વગેરે બાબતો તેઓ અનુભવથી માનતા હતા. આત્માની અભેદતા અને જગતકર્તા ઈશ્વરનું અસ્તિત્વ એ સિદ્ધાંતો તેમને માન્ય ન હતા.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૮૯) કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ' એક અંશ શાતાથી કરીને સર્વ સુખનું કારણ કરુણાની મૂર્તિ સપુરુષ સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સપુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુઘીની સર્વ સમાધિ, તેનું સપુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.” (વ.પૃ.૨૯૯) (પ.પૂ.પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવ ઉપર લખેલ પત્રમાંથી) કેવળ કરુણાની જ મૂર્તિ હોવાથી અમર બનાવે એવા વચનોનું પાન કરાવ્યું “હું દીન રંક બાળક છું, જાણી કૃપાળુનાથે મારી આશા પૂર્ણ કરી છે. હે પ્રભુ મને આપે કરુણા દ્રષ્ટિએ દયા લાવી અપૂર્વ અમૃત વચનો પાન કરાવ્યા છે. હે ભગવાન ઘન્ય છે આપની પવિત્ર કૃપાને.” પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ' હું તો પરમ પાપી એટલે મહાપાપી છું અને પરમ અનાથ છું એટલે ભવસાગરમાં બૂડતા 236