________________
કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ”...
કે જે સાંભળી આરજાજી તો ચકિત થઈ ગયા, સ્તબ્ધ બની ગયા અને સાહેબજી પ્રત્યે બોલવા લાગ્યા કે અહો! અમોએ તો આ પ્રમાણે કોઈ સ્થાને સાંભળ્યું નથી, તેમજ કોઈપણ સાધુ મહારાજ કે સાધ્વીજીએ સમજાવ્યું નથી. આપે અમારા ઉપર મહંત ઉપકાર કર્યો છે. એમ કહી બધા આરજાજીઓ પાટ પરથી ઊભા થઈ ગયા. ત્યારે સાહેબજી બોલ્યા કે આમ કાં કરો છો? ત્યારે આરજાજી બોલ્યાં કે અમો પાટ પર બેસવા લાયક નથી, અમારી ઘણી જ ભૂલ થઈ છે અને તેથી આપની આશાતના થઈ છે. ત્યારપછી આરજાજીઓએ મને કીધું કે હાલમાં લગભગ એક માસ સુધી અમારી સ્થિરતા થવાની છે, ત્યાં સુધી હંમેશાં એકાદ કલાક પઘારે તો ઘણો જ લાભ મળી શકે. આ હકીકત મેં સાહેબજીને વિદિત કરી ત્યારે તેમણે મને જણાવ્યું કે ભલે, તેમ કરીશું. તમો હંમેશાં હાજર રહેજો.
આ પ્રમાણે સાહેબજી હંમેશાં ઉપાશ્રયે પઘારતા અને હું પણ સાથે જતો હતો. સાહેબજી જ્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં કે તુરત જ આરજાઓ પાટ પરથી ઊભા થઈ જતા અને નીચે બેસતા હતા.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૫) હવે પૂ.શ્રી બ્રહ્મચારીજી પણ આ ગાથામાં પોતાનો અનુભવ જણાવે છે –
“હું દુમક સમ હીનપુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ્ રાજચંદ્ર તણી કૃપાનજરે પડ્યો; ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામે મળ્યા,
મુજ દ્રષ્ટિરોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. ૮ અર્થ - “ઉપમિતિ ભવ પ્રપંચ' નામના ગ્રંથમાં કહ્યું તેમ હીનપુણ્ય એવા ઠુમક જેવો હું પણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના મુખ્ય દ્વાર પર આવી ચઢ્યો અને સુસ્થિત મહારાજા જેવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની કૃપાનજરે પડ્યો. ત્યાં રાયણ તળે બિરાજમાન સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામા મળ્યા. તથા મારો દૃષ્ટિરોગ એટલે અનાદિનો આત્મભ્રાન્તિરૂપ રોગ મટાડવા પોતે જાતે પરિશ્રમમાં ભળ્યા; અર્થાત્ સ્વયં પ્રભુશ્રીજીએ તે જ કાલીચૌદસના રવિવારે પ્રથમ મુલાકાતના દિવસે, મને મંત્ર દીક્ષા આપી કૃતાર્થ કર્યો.” પાટા (પ્ર.વિ.ભા.૧ પૃ.૧૫) | (શ્રી પૂંજાભાઈ સોમેશ્વર ભટ્ટ ખેડાના પ્રસંગમાંથી)
વિષય-કષાયથી શાંત એવા કૃપાળુએ આત્મા છે એમ કૃઢતાથી જણાવ્યું
શ્રી પૂંજાભાઈનો પ્રસંગ – “તેમની સાથે પ્રથમ સમાગમ થયો ત્યારે મારા ચિત્તની સ્થિતિ ઘણી જ અસ્થિર હતી. આત્મા છે કે નથી? છે, તો કેવો છે ? તે સંબંધી વ્યાકુળ રહેતું. તેવામાં મને ખબર મળી કે કોઈ જૈન જ્ઞાની ખેડામાં રા.બા.નરસીરામના બંગલામાં ઊતરેલા છે. એક સાંજે તેમને મળવા માટે ગયો. તે વખતે તેઓ ફરવા ગયેલા. તેથી હું તેઓ જે માર્ગે ગયેલા તે માર્ગે ગયો. આગળ જતાં અંધારું થયું હતું. અંધારામાં સાદા કપડાં પહેરેલ શાંત
૨૩૫