________________ પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એ જ'.. યોગ તો પુણ્ય હોય તો મળે, પણ સન્શાસ્ત્ર તો ગમે ત્યારે વાંચી શકીએ. સત્સાઘનમાં ગરજ ન રાખે તો કંઈ ન થાય. જીવ પોતે પોતાને છેતરે છે. લૌકિક ભાવ તે જીવને છેતરે છે, પોતે પોતાને છેતરી રહ્યો છે, ઠગે છે. જીવ અહંભાવ કરે છે કે હું જાણું છું, સમજું છું, તેથી ઠગાય છે.” -બો.૧ (પૃ.૧૭૦) એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું?' એવો દ્રઢ નિશ્ચય અંતરમાં ન થાય ત્યાં સુધી હે જીવ! મોક્ષ પ્રાપ્તિના સાઘન તારે કામ લાગવાના નથી. અને મોક્ષપ્રાપ્તિના સાઘન ન થાય તો મોક્ષપ્રાપ્તિ પણ થવાની નથી એ વાત સુનિશ્ચિત છે. આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી.” તો પછી તેવા ગુરુના આશ્રિત જીવમાં કેટલા હદ સુધી પોતાની પામરતાનું ભાન થવું જોઈએ એ સમજી શકાય છે. એટલા હદ સુધી લઘુતા આવ્યા વગર મોક્ષ નથી. “લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર.” પ્રભુશ્રી કહે, ‘લઘુતા મેરે મન માની, એ તો ગુરુગમ જ્ઞાન નિશાની.” હું અઘમાઘમ છું એ નિશ્ચય મનમાં થાય પછી સાઘન કામ લાગે અઘમાઘમ છું, એવું કરવાનું છે. એ નિશ્ચય આવ્યા વિના જ્ઞાની સાઘન બતાવે તોય શું કામનું? જીવને ભાન નથી, ભુલવણીમાં છે. તેથી અભિમાનમાં ફુલી જાય છે. સંસારપરિભ્રમણનું કારણ માન છે, એ ખાડામાંથી નીકળવાનું છે. બધેથી મને સંકોચી જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવું. માન આવ્યું તો કર્મ બંઘાય અને તેથી પરિભ્રમણ કરવું પડે. આત્મા આત્મભ્રાંતિથી માંદો થયો છે. જ્ઞાનીના બોઘ વગર આગળ પગ ચાલે એમ નથી. જ્ઞાનીએ કહ્યું હોય તેના ઉપરથી પોતા ઉપર વિચાર આવે તો જ્ઞાનીએ કહ્યું હોય તે દ્રઢ થઈ જાય. એવું થાય તો સમ્યત્વ થાય છે.” -બો.૨ (પૃ.૧૮૦) “પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ વૃઢતા કરી દે જ.” 20 અર્થ:- ઉપરની 19 ગાથાનો સારાંશ પણ આમાં આવી ગયો છે. ભગવાનને અંતે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! તારા ચરણકમળમાં વારંવાર નમસ્કાર કરીને ફરીફરી એ જ માગું છું કે સદ્ગુરુ અને તારા સ્વરૂપની મને દૃઢ શ્રદ્ધા થાઓ, તેની પ્રાપ્તિ થાઓ.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જન્મ હે ભગવાન! તારા પદપંકજ એટલે ચરણકમળમાં વારંવાર પડીને એટલે નમસ્કાર કરીને અંતમાં એ જ માગું છું કે - 279