________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન : ક કર્ણગોચર થયો નથી, તેથી તે તજવા યોગ્ય વસ્તુનું અત્યંત માહાભ્ય મનમાં રાખે તેમાં તેનો દોષ ઓછો ગણાય; પણ જેને પરમ પુરુષનાં દર્શન, તારકતત્ત્વથી પૂર્ણ વચનો કર્ણગોચર થયાં છે, તેનો આશ્રિત ગણાય છે, છતાં તેને વગોવાવે, નિંદાવે તેવું જેનું વર્તન, ચિંતન, કથન હોય તે અઘમાઘમ પુરુષ કરતાં પણ અધિક પતિત ગણાય એમ વિચારી પોતાની જવાબદારીનો ઉત્તમ ખ્યાલ રાખી જે પુરુષોનું અવલંબન લીધું છે તે નિરંતર ધ્યેયરૂપે, આચરણના આદર્શરૂપે રહે તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજી.” બો.૩ (પૃ.૫૧૮) અઘમાઘમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય”..... હું બઘાથી અઘમ છું એમ લાગે ત્યારે પુરુષાર્થઘર્મ વધે “મુમુક્ષુ–“અઘમાઘમ અધિકો પતિત સકલ જગતમાં હું ય, એ નિશ્ચય આવ્યા વિના સાઘન કરશે શું ?" એ ગાથાનો શો આશય હશે? પૂજ્યશ્રી–હું તો દોષ અનંતનું એનું બીજ રૂપ જ છે. મારામાં બહુ દોષો ભરેલા છે. ભગવાનમાં જેટલા ગુણ છે તેટલા મારામાં દોષો ભરેલા છે. હું છેલ્લે પગથિયે ઊભો છું; મારે હજુ ઘણો પુરુષાર્થ કરવાનો છે. હું બઘાથી અધમ છું, એમ પોતાનું અધમપણું લાગે તો પુરુષાર્થઘર્મ વર્ધમાન થાય.” -બો.૧ (પૃ.૧૨૭) પોતાને અઘમાઘમ માને તો વિનયગુણ આવે અઘમઘમ અઘિકો પતિત, સકલ જગતમાં હુંય' એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી થવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે–“જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.' (21-83) માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે. દ્રષ્ટિ ફેરવવી છે. જ્યાં ઘર્મનું માહાસ્ય લાગે ત્યાં શરીરનું માહાસ્ય ન લાગે. શરીર તો નાશ પામવાનું છે. અભિમાન કરીશું તોય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે, તો પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તો કોઈ વસ્તુ જગતમાં નથી.” -બો.૧ (પૃ.૧૪૬) જીવ અહંભાવ કરે છે કે હું જાણું છું, સમજું છું, તેથી ઠગાય છે અલ્પ પણ દોષ થયો હોય તો પશ્ચાત્તાપ કરવો. વારંવાર ઠપકો દઈને એ દોષો ટાળવા. પોતાના દોષ પોતાને જ કાઢવા પડશે. દોષો દેખાય ત્યારે દોષો કાઢવા પુરુષાર્થ કરવો. જેટલા દોષો જશે તેટલો જીવ હલકો થશે. કરોડ રૂપિયા આપ્ટે પણ સાંભળવા ન મળે એવા કૃપાળુદેવનાં વચનો છે. કૃપાળુદેવે આખી “પુષ્પમાળા' લખી અને છેવટે કહ્યું કે પોતાના દોષો ઓળખીને કાઢવા. પોતાના દોષ દેખાય ત્યારે હું તો અધમાધમ છું એમ વિચારી દોષોને કાઢવા....થોડા દોષો હોય અને પુરુષાર્થ કરે તો જાય; પણ દોષો વધી ગયા અને તેને કાઢવા પુરુષાર્થ ન કરે તો ઉપર ચઢી જાય, ગાઢ થઈ જાય. સગુરુ, સત્સંગ, સલ્ફાસ્ત્ર એ સાચાં સાઘનો છે એની જરૂર છે. સત્સંગનો યોગ હોય તો સત્સંગ કરવો, એ ન હોય તો સક્શાસ્ત્રનો પરિચય રાખવો. સત્સંગનો 278