________________ “અમાઘમ અથિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના સાઘન કરશે શુંય ?'... ડ , અર્થ - જગતમાં ઘણા લોકોને મરતા નજરે જુએ છે તો પણ અંઘ જેવો fe રહી પોતાને પણ એક દિવસ આ પ્રમાણે મરવું પડશે તેનો ખ્યાલ આવતો નથી. આ જીવની અનંતકાળની એવી વિપરીત દશા હોવાથી આના મૂળીયા ઘણા ઊંડા છે. તે સહજ રીતે નીકળી શકે એમ લાગતું નથી. - એક વૃદ્ધનું દ્રષ્ટાંત - “કોઈનો વીશ વર્ષનો પુત્ર મરી ગયો હોય, તે વખતે તે જીવને એવી કડવાશ લાગે છે કે આ સંસાર ખોટો છે. પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્ય વૃત્તિ વિસ્મરણ કરાવે છે કે એનો છોકરો કાલ સવારે મોટો થઈ રહેશે; એમ થતું જ આવે છે; શું કરીએ?” આમ થાય છે; પણ એમ નથી થતું કે પુત્ર જેમ મરી ગયો, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો સારું. આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે.” (વ.પૃ.૬૮૯) III -પ્ર.વિ.ભાગ.૨ (પૃ.૩૩૬) હવે પુરુષ કહે તેમ જો હું ન કરું તો અઘમાઘમ હું જ છું “અઘમામ અથિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું?” “એ ગાથા પૂછી તેનો વિચાર એમ કર્તવ્ય છે કે નિગોદથી નીકળી પરમકૃપાળુદેવના શરણ સુધી અવાયું એ કોઈ અલૌકિક બીના બની છે. પરંતુ હવે જો તે શરણ, મરણ સુધી પકડી ન રાખું તો મારા જેવો આત્મઘાતી મહાપાપી બીજો કોઈ ગણાય નહીં. તેણે જણાવેલ માર્ગે ચાલવાને બદલે કાળા હાથ અને કાળા મુખવાળા વાંદરા જેવો પશુપણે વર્તુ; કાળાબજારની નીતિથી ઘન એકઠું કરવામાં જ જીવન કૃતાર્થ માનું અને આ ભવનું ઉત્તમ કર્તવ્ય આ પત્રને મથાળે જણાવ્યું છે તે વીસરી જાઉં તો સપુરુષને મળી તેની પ્રરૂપણાથી વિપરીત વર્તી તેનો દ્રોહી બનવાનું અધમાધમ પુરુષના લક્ષણ જેવું મેં કર્યું ગણાય; પશુ કે અનાર્યજનોને તો કોઈ આઘાર કે ઉપદેશ 277