________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન પરમાત્માની સાથે જોડે તો કલ્યાણ થાય. બઘાનું મૂળ પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ચિત્ત લીન થાય છે. જેનામાં શુદ્ધભાવ છે, એવા ભગવાનમાં લીનતા થાય તો ઘણાં કર્મ ખપી જાય.” બો.૧ (પૃ.૩૨૧) “અઘમાઘમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય.” 19 અર્થ - “સકળ જગતમાં હું અઘમઘમ છું, પતિત છું, એવો નિશ્ચય જ્યાં સુધી મનમાં ન થાય ત્યાં સુધી હે જીવ! તું શું સાઘન કરીશ? સ્વદોષ જોયા વિના બધું અવળું છે.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) અઘમઘમ અઘિકો પતિત, સકળ જગતમાં હુંચ' હે પ્રભુ! આ સકળ વિશ્વમાં અઘમમાં પણ અધમ કોણ? તો કે હું. અધિકો પતિત=અધિક પતિત એટલે અધિક પાપી-પાપીઓમાં પણ મહાપાપી એવો હું છું. કેમકે મોહના ગાંડપણને લીધે જન્મમરણના કેટલા ભયંકર દુઃખ છે, તેનો પણ મને વિચાર આવતો નથી. પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨' માંથી - “મોહ-ઘેલછા જગ આખામાં વ્યાપી રહી અપાર અહો! જન્મમરણનાં દુઃખ કેટલાં તેનો નહીં વિચાર અહો! શ્રી રાજ અર્થ - મોહનું ગાંડપણ જગત આખામાં અપારપણે વ્યાપી રહ્યું છે. તેથી જન્મમરણના કેટલાં ભયંકર દુઃખ છે તેનો જીવને અહો! વિચાર પણ આવતો નથી. એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સૂયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂછગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૭૦) મારા દિન ઉપર દિન ચાલ્યા જાતાં, આવે મરણ નજીક અહો! મોહ-મદિરાના છાકે જીવ જાણે ન ઠીક-અઠીક અહો! શ્રી રાજ, અર્થ - દિવસો ઉપર દિવસો ચાલ્યા જાય છે અને મરણ નજીક આવે છે. છતાં જીવ મોહરૂપી દારૂના છાકમાં એટલે નશામાં પોતાને માટે શું ઠીક અને શું અઠીક છે તે જાણી શકતો નથી. તેથી શરીરમાં અહંભાવ અને કુટુંબાદિમાં મમત્વભાવ કરી જીવ નવીન કર્મથી બંઘાયા જ કરે છે. સા. નજરે મરતા જન જગમાં બહુ દેખે તોયે અંઘ અહો! વિપરીતતા કોઈ એવી ઊંડી, લાંબી કાળ અનંત અહો! શ્રી રાજ 276