________________ દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય?’... છે? પોતાને ન ભૂલવો એ પહેલી વસ્તુ છે. હું આત્મા છું. મારામાં દોષો છે તે 1 ટાળવા ભક્તિ કરું છું. વિચાર હોય તો જે કરે તે બધું સફળ થાય. “હે પ્રભુ! હે ) પ્રભુ! શું કહ્યું?” એટલું બોલતાં પણ વિચાર આવે. મારા જીવતા પ્રભુને બોલાવું છું. હું દુઃખી છું તેથી ભગવાનને બોલાવું છું. સંસાર દુઃખરૂપ લાગે, મારે છૂટવું છે, એવો ભાવ તે વૈરાગ્ય છે. વૈરાગ્ય હોય તો બધું સવળું થાય. “નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો.” (172) ક્યાંય આસક્તિ કે દ્વેષ કરવા જેવું નથી. કોઈનો વાંક નથી. કર્મ દુઃખ આપે છે. પોતાના દોષ પોતાને ટાળવાના છે. મુમુક્ષુ હોય તે પોતાના દોષ જુએ ને ટાળે.” -બો.૧ (પૃ.૨૨૭) પોતાના દોષો નિષ્પક્ષપાતપણે જુએ તો શરમ આવે એવું છે “અહીં તો મુમુક્ષતા વિષે કહેવું છે. મુમુક્ષતા નથી એ ખામી છે. એ મુમુક્ષતા જેમ જેમ આવશે તેમ તેમ છૂટવા માટે પ્રયત્ન કરશે. બઘાય કંઈ મુમુક્ષુરૂપે જન્મે એમ નથી. પૂર્વે પુરુષાર્થ કર્યો હોય તે મુમુક્ષરૂપે જન્મે છે. તીર્થકર ભગવાન જેવા જન્મથી જ મુમુક્ષરૂપે છે. પણ જેને મુમુક્ષતા ઉત્પન્ન કરવી હોય, તેને રસ્તો બતાવે છે કે પોતાના દોષો જુએ, બીજાના દોષો ન જુએ. પોતાના દોષો જુએ અને ટાળવાનો ઉપાય કરે તો છૂટે. દોષોનો પક્ષપાત કરે તો એને છોડવાની ભાવના ન થાય. કપડા ઉપર ડાઘ પડ્યો હોય તો ઘોઈ નાખવાનું મન થાય. દોષ નથી દેખાયા તેથી લાગતું નથી, નહીં તો શરમ આવે એવું છે. | દોષમાં પક્ષપાતતા એટલે હું એકલો જ ક્યાં દોષ કરું છું, બીજાય કરે છે ને? બીજા કરતાં હું તો સારો છું. એમ પક્ષપાત કરે તો દોષો જાય નહીં. જેમકે બઘાય જૂઠું બોલે છે અને હું પણ બોલું છું, એમા શું? એમ પક્ષપાત ન કરે. પોતાના દોષ અપક્ષપાતે જુએ, ત્યારે મુમુક્ષુ થયો કહેવાય. દોષો દેખાયા પછી છોડવા લાગે છે. ન જાય તો કોઈ જ્ઞાનીને પૂછે, તેની શોઘ કરે. સ્વચ્છેદે વર્તે તો દોષ વધે. જેટલી દોષોમાં પક્ષપાતતા તેટલી ઘર્મમાં ઉપેક્ષા થાય છે. સ્વચ્છંદી હોય તેને જ્ઞાનીપુરુષ ઉપદેશ આપે, આજ્ઞા કરે, તોય શો લાભ થાય?” -બો.૨ (પૃ.૧૦) જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તો દોષો જાય અને મુમુક્ષુ થાય “બોઘના યોગે સ્વચ્છેદે ન વર્તે તો દોષો જાય. જ્ઞાનીનું કહેવું માને એટલી એને ગરજ હોય છે. “રોકે જીવ સ્વચ્છેદ તો પામે અવશ્ય મોક્ષ.” જ્ઞાનીની ઇચ્છાએ વર્તે તો સ્વચ્છેદ ન રહે. પોતાના દોષ જોવાથી, દોષો ટાળવાથી, સ્વચ્છંદ રોકવાથી જીવ બોઘને યોગ્ય થાય છે. દોષ ટળવાનો ઉપાય જ્ઞાની પાસે છે. મારામાં બહુ દોષ છે એમ લક્ષ રાખી જ્ઞાની પાસે સાંભળે. કોઈ ઉપાય જ્ઞાની બતાવે તો તેવી રીતે તેમની આજ્ઞાએ વર્તવું છે. એવું થાય ત્યારે મુમુક્ષતા આવે.” -બો.૨ (પૃ.૬૧) ભાવથી પ્રતિમાને પ્રત્યક્ષ ગણે તો પરમાત્મા સાથે વાતો થાય “કહેવાનું કે જેવું ઇચ્છે તેવું થઈ શકે છે. બીજાં પછી એને ગમે નહીં. પ્રતિમાની ભક્તિમાં તલ્લીનતા થાય તો તેની સાથે વાતો થાય, બધું થાય. મન વચન કાયા કર્મ બંધાવનાર છે તેને 275