________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન અત્યંતરદોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જાએ, પોતાના આત્માને નિંદે, અહંભાવરહિતપણું વિચારે, તો સપુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય.” (વ.પૃ.૭૦૦) પોતાના દોષો જોઈ ઘટાડે નહીં ત્યાં સુધી બોઘ પામવો દુર્લભા સત્સમાગમ અને સન્શાસ્ત્રના લાભને ઇચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે. જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય ત્યાં સુધી સત્પરુષનો કહેલો માર્ગ પરિણામ પામવો કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે.” (વ.પૃ.૪૭૩) નિજ દોષ જોવાનો વૃઢ લક્ષ રહે તો આત્મા સમાધિને પામે જે જે પ્રકારે પરદ્રવ્ય(વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જોવાનો દૃઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સલ્ફાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્યા કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એવો લક્ષ રાખશો, એમ કહ્યું હતું. એ જ વિનંતિ.” (વ.પૃ.૪૮૯) જગતમાં સર્વને આત્મા માની પરના દોષ જોવામાં ન આવે તો કલ્યાણ “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.” (વ.પૃ.૩૦૭) ચારમાંથી એક પણ દોષ હોય તો સમકિત થાય નહીં (1) અવિનય, (2) અહંકાર (3) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું, અને (4) રસલુબ્ધપણું એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમક્તિ ન થાય. આમ શ્રી “ઠાણાંગસૂત્ર'માં કહ્યું છે.” (વ.પૃ.૬૭૮) અમૂલ્ય માનવદેહમાં સ્વરૂપનું ધ્યાન ન રહ્યું તો અનંતવાર ધિક્કાર “ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાસ છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો!” (વ.પૃ.૯૫૨) દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય?' બોઘામૃત ભાગ-૧,૨' માંથી - વૈરાગ્ય હોય તો પોતાના દોષો દેખાય “દોષ છુપાવવા નહીં. ભક્તિમાં દોષ સેવે તો ભક્તિ નુકસાન કરે. ‘હું બોલું છું એવું મારામાં 274