________________ દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય?” બોઘામૃત ભાગ-૧' માંથી : હરતા ફરતા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રની ધૂન લગાવવી “આ જીવની સમજણનું ઠેકાણું નથી, માટે કૃપાળુદેવનું શરણ રાખવું. જે ભૂલ થઈ તે થઈ. જાગ્યા ત્યારથી સવાર. પ્રમાદમાં કેટલોય કાળ ગયો હવે પ્રમાદ ન કરવો. હવે તો “સહજાત્મસ્વરૂપ પરમગુરુ”, “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” હાલતાં ચાલતાં એ ધૂન લગાવવી છે. હાલતાં ચાલતાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” કર્યા કરવું.” -o.1 (પૃ.૩૮૮) દીઠા નહિ નિજ દોષ તો, તરી એ કોણ ઉપાય ?' તેમજ નિજ દોષ—પોતાના દોષ જોવા ભણી દ્રષ્ટિ થતી નથી, પણ તેને બદલે બીજાના જ દોષ હું જોયા કરું છું. ત્યાં સુધી મારો કયા પ્રકારે ઉદ્ધાર થાય. કયા ઉપાયે સંસાર સમુદ્રથી હું તરીશ એવો ખેદ મારા મનમાં થયા કરે છે. “મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને; ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને; વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારૂ પરતણું, હે નાથ! મારું શું થશે? ચાલાક થઈ ચૂક્યો ઘણું.” -શ્રી રત્નાકર પચ્ચીશી શ્રીમદ્ રાજચંદ્ર માંથી - સૌથી મોટો દોષ આત્માને ભૂલી દેહાદિને પોતાના માનવા “તારે દોષે તને બંઘન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.” (વ.પૃ.૨૧૨) પોતાનો અલ્પ દોષ પણ ખૂંચે તો કાઢે “સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે.” (વ.પૃ.૩૭૬) પોતાના દોષ જોયા નહીં તો મળેલ માનવદેહ વૃથા જાય. મનુષ્યઅવતાર પામીને રળવામાં અને સ્ત્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં; પોતાના દોષ જોયા નહીં; આત્માને નિંદ્યો નહીં, તો તે મનુષ્યઅવતાર, રત્નચિંતામણિરૂપ દેહ, વૃથા જાય છે.” (વ.પૃ.૭૨૭) પોતાના દોષ જોઈ નિંદે તો પુરુષના આશ્રયથી કલ્યાણ “આપણે વિષે કોઈ ગુણ પ્રકટ્યો હોય, અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હઠે. પોતાના આત્માને નિંદે નહીં, 273