________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પ્રભુપ્રેમથી ભારત શૂન્ય; સર્વત્ર માયા મોહનું દર્શન પૂર્ણકામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી જ છે એવા પુરુષથી ભારતક્ષેત્ર પ્રાયે શૂન્યવત્ થયું છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. ક્વચિત્ મુમુક્ષુ જોઈએ છીએ; તથાપિ મતાંતરાદિકનાં કારણોથી તેમને પણ જોગ થવો દુર્લભ થાય છે.” (વ.પૃ.૨૮૫) શ્રી યશોવિજયજી મહારાજ અરનાથ ભગવાનના સ્તવનમાં જણાવે છે :“પ્રભુપદ વલગ્યા તે રહ્યા તાજા, અલગા અંગ ન સાજા રે; મનમોહન સ્વામી વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. મનમોહન સ્વામી અર્થ - પ્રભુના ચરણનું જેઓએ શરણ લીધું તેઓ ઉત્તમ સ્થિતિમાં તાજા ને તાજા રહ્યા, પણ જેઓ પ્રભુથી વેગળા ગયા તેઓ ઉત્તમ સ્થિતિથી પતિત થયા. વાચક શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હું તો અન્ય દેવનું ધ્યાન ઘરતો નથી; મને તો એક માત્ર વીતરાગ પ્રભુના જ ગુણગ્રામ પ્રિય છે. ભાવાર્થ - જેણે પ્રભુનું શરણ અંગીકાર કર્યું તેઓ જ આત્માની ચઢતી ચઢતી દશાને પામી અંતે કેવલજ્ઞાનને વરે છે. પણ જેઓ પ્રભુના બતાવેલા માર્ગથી ભ્રષ્ટ-પતિત થાય છે તેઓ પડતા પડતા છેક મિથ્યાત્વ ગુણસ્થાને પણ આવી જાય છે. તેઓની આત્મિક સ્થિતિ વિશુદ્ધ રહેતી નથી; મલિન થઈ જાય છે. જેમ કોઈ માણસ ઊંચેથી પડે અને તેના હાડકાં ભાંગી જાય. તે માણસ પ્રાયઃ લાંબાકાળે સાજો થાય છે, તેવી જ સ્થિતિ હઠયોગીઓની છે. તેઓ એકવાર પડ્યા પછી પ્રાયઃ બહુ લાંબે અંતરે પુનઃ ઊંચા આવે છે.” પા ચૈત્યવંદન ચોવીશી (અર્થસહિત) ભાગ-૧ (પૃ.૨૪૨) પૂ.શ્રી બ્રહ્મચારીજી, આત્માર્થી સજ્જન પુરુષોને ભલામણ કરે છે - “સદ્ગુરુ સેવીએ રે, સજ્જન, નિઃશંકિત થાવા-એ આંકણી સદ્દગુરુ-વંદન, સદ્ગુરુ પૂજન, સદ્ગુરુ ભક્તિ સારી, સદ્ગુરુ-બોઘે, તત્ત્વ-વિશોઘે ઊઘડશે શિવ-બારી. સદ્ગુરુ અર્થ - હે સજ્જન પુરુષો! તમે આત્માદિ સત્ તત્ત્વને વિષે શંકારહિત થવા માટે હમેશાં સદ્ગુરુની સેવા કરો અર્થાત્ તેમની કહેલી આજ્ઞાનું હમેશાં પાલન કરો. સદ્ગુરુ ભગવંતને વંદન કરવું, પૂજન કરવું, તેમની ભક્તિ કરવી તેજ સારી છે અર્થાત્ તે આત્માને હિતકારી છે, પરમ કલ્યાણકારી છે. સદ્ગુરુ ભગવંતના બોઘવડે જો આત્માદિ તત્ત્વોનું વિશેષ શોઘન કરવામાં આવે તો મોક્ષની બારી તમારા માટે ઊઘડી જશે. મનુષ્યભવમાં એજ કર્તવ્ય છે. તેના” -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨ (પૃ.૩૧૭) 272