________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન સદ્ગુરુ અને સંત તુજ સ્વરૂપ જ છે. અર્થાત્ તારામાં, સદ્ગુરુમાં અને આ સંતના સ્વરૂપમાં અંતર જ નથી એવી મારા હૃદયમાં દ્રઢપણે શ્રદ્ધા થાઓ. - સદ્ગુરુ અને સંત ભગવાન રૂપ જ છે એવી પરમેશ્વર બુદ્ધિ મારા હૃદયમાં અચળ રહો એવી મારી અંતિમ માંગણી છે તે સફળ થાઓ. શિષ્ય ભગવાન પાસે સદ્ગમાં પરમેશ્વર બુદ્ધિ માંગી લઈ સમ્યગ્દર્શન માંગી લીધું. કારણ સાચાદેવ અને સાચા ઘર્મનું સ્વરૂપ બતાવનાર સદ્ગુરુ કે સંત જ છે. માટે એક અપેક્ષાએ સદગુરુમાં આસ્થા એ જ સમકિત છે. અને સમકિતની પ્રાપ્તિ એ જ સર્વ દુઃખક્ષયનો ઉપાય છે તેમજ એ જ મોક્ષપ્રાપ્તિનું બીજ છે. પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨ માંથી - “ભૂલ ગુરુમાં કરી, દેવ-ઘર્મે ખરી; સર્વ પુરુષાર્થ પણ ભૂલવાળો, તેથી મુમુક્ષુઓ સદ્ગુરુ આશ્રયે, સત્ય પુરુષાર્થથી દોષ ટાળો. આજ૨૩ અર્થ :- ગુરુ ઘારણ કરવામાં જો ભૂલ કરી તો દેવ અને ઘર્મનું સાચું સ્વરૂપ સમજવામાં પણ અવશ્ય ભૂલ થશે. અને કુગુરુ આશ્રયે વ્રત તપાદિ કરવાનો પુરુષાર્થ પણ આત્મલક્ષ વગર ભૂલવાળો થશે. જેથી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય પણ સંસારનો સંસાર જ રહેશે. તેથી હે મુમુક્ષુઓ! શ્રી સદ્ગુરુ ભગવંતના આશ્રયને ગ્રહણ કરી, તેમની આજ્ઞાએ સત્ય પુરુષાર્થ આદરીને મિથ્યાત્વ, કષાય આદિ સર્વ દોષોનો હવે નાશ કરો. ર૩ -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૨૬ “નમસ્કાર-મંત્રે અરિહંત આદ્ય, પછી સિદ્ધ આવે; સદેહી સુસાધ્ય; ઊગે ભક્તિ એથી પરાત્મા પમાય; ગણો જ્ઞાનીને મોક્ષ-મૂર્તિ સદાય. 5 અર્થ - નમસ્કારમંત્રમાં આદ્ય એટલે પ્રથમ અરિહંત ભગવંતને નમસ્કાર કર્યા છે. પછી સિદ્ધ ભગવાનને કર્યા છે. કેમકે દેહધારી પરમાત્મામાં વૃત્તિ સહેજે સ્થિર રહી શકે છે. પુદ્ગલનો પ્રેમ છોડવા માટે દેહદારી પરમાત્માની ભક્તિ કરવાની છે. સિદ્ધ ભગવાનની ભક્તિથી પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે નહીં. માટે સિદ્ધ કરતાં અરિહંતને ઉપકારની અપેક્ષાએ પહેલા નમસ્કાર કર્યા છે. ભગવાનની મૂર્તિ જોઈને તેમનું પરમાત્મસ્વરૂપ યાદ આવવું જોઈએ. તેથી તેમના પ્રત્યે ભક્તિ પ્રગટ થઈ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેમ સસ્કુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ન રહે તો તેમનું દેહરૂપ દેખાય છે. અને દેહરૂપ જોવાની બાહ્યવૃષ્ટિ સદી ત્યાગવા યોગ્ય છે. જ્ઞાનીને સદા મોક્ષની મૂર્તિ જાણો. પરમાત્માએ આ દેહ ધારણ કર્યો છે એવી બુદ્ધિ થયે જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ ઊગે છે. અને તેજ આગળ વધતાં પરાભક્તિનું કારણ થાય છે. માટે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ કરવી, એ જ પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિનો સંગમ ઉપાય છે. પરમાત્મા આ દેહદારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં 280