________________ ‘સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ'..... ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે જે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” (વ.પૃ.૨૭૬) //પા. પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૪૧૨) “આજ ગુરુ રાજને પ્રણમી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું; આપ તો શુદ્ધભાવે સદાયે રમો, બે ઘડી શુદ્ધભાવે ઠરું છું. આજ૦૧ અર્થ - આજ શ્રી ગુરુરાજ પ્રભુને ભક્તિભાવથી પ્રણામ કરીને શુભાશુભ ભાવથી રહિત એવો જે શુદ્ધભાવ, તેની મને પ્રાપ્તિ થાઓ એવી યાચના કરું છું. કેમકે શ્રી ગુરુરાજે કહ્યું: “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” આત્માની શુદ્ધતા વિના જીવનો મોક્ષ થતો નથી. આપ પ્રભુ તો સદા શુદ્ધ આત્મભાવમાં રમો છો. હું પણ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુધી શુદ્ધભાવમાં સ્થિરતા કરું કે જેથી કેવળજ્ઞાન પામી આત્માના સનાતન ઘર્મને પામી જાઉં; એવી મારી અભિલાષા છે. I1aaaa " -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૨૬૫) સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ વૃઢતા કરી દે જ... શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - ભગવાન, સદ્ગુરુ અને સંત; સ્વરૂપ અપેક્ષાએ ત્રણેય એક જ છે “શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એક રૂપ જ છે.” (વ.પૃ.૨૩૭) સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા અનેક છે. પરંતુ સંતપણું દુર્લભ તે દુર્લભ જ છે !" (વ.પૃ.૭૯૭) સદ્ગુરુ તે દેહ નહીં પણ શુદ્ધ આત્મા આત્મા ને સદ્ગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્ગુરુનો આત્મા એ સરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય.” (વ.પૃ.૭૧૮) “પ્રથમ નમું ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન’ હે પુરુષપુરાણ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સન્દુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે સપુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું અમને સપુરુષ 281