________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તેનું નામ પ્રતિક્રમણ “ભાવની અપેક્ષાએ જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવાનું થાય, તે વખતની અગાઉ અથવા તે દિવસે જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્મભાવે જોઈ જવા અને તેનો પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ.” (વ.પૃ.૮૭) બોઘામૃત ભાગ-૧, 3' માંથી - મારા અપરાઘ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે તમારો કાગળ મળ્યો. ક્ષમાપનાના ભાવ વાંચ્યા. તે જ પ્રમાણે હું પણ આપના પ્રત્યે આ ભવમાં કે ભવોભવમાં અપરાઘ થયા હોય તેની ઉત્તમ ક્ષમા યાચું છું અને આપના પ્રત્યે પણ સમભાવે ખમું છુંજી. સર્વ ભૂલી જવાનું છે. જેણે વહેલી તૈયારી કરી તે વહેલો સુખી થશેજી. જે સંભાર સંભાર કરશે તે પરભવમાં પણ વેરભાવ લઈ જશે એવો સિદ્ધાંત હોવાથી ખમી ખૂંદવું, નિર્વેર-મૈત્રીભાવ ઘારણ કરવો અને સર્વને ખમાવી નિઃશલ્ય થઈ પરભવ માટે તૈયાર રહેવું એ ઉત્તમ સનાતન માર્ગ છેy.” –બો.૩ (પૃ.૫૨૪) આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું “ગયા કાળથી આ વર્ષ અંતપર્યત આપ કોઈને હું કષાયાદિ દોષનું નિમિત્ત બન્યો હોઉં કે કોઈ જ્ઞાનીની દ્રષ્ટિએ અવિનયાદિ અપરાશમાં આવ્યો હોઉં તેવા સર્વ દોષોની ઉત્તમ ક્ષમા આપવા આપને તથા આપના સમાગમી જીવો પ્રત્યે નમ્ર વિનંતી છેજી. જગતના ભાવો સર્વ ભૂલવા યોગ્ય છે'.” -બો.૩ (પૃ.૫૬૨) માન મૂકી, અણબનાવ ભૂલી જઈ, પરસ્પર ખમાવવું એ જ ઘર્મ છે આ પર્યુષણ પર્વ આવીને ગયા પણ કષાય ને પ્રમાદને કારણે બધા એકત્ર ન થઈ શક્યા. તો હવે તે કારણો દૂર કરી ભક્તિનો રંગ જે પ્રતિષ્ઠા વખતે દેખાતો હતો તે સંભારી ફરી જાગ્રત થવા ભલામણ છેજી. ઘન ખર્ચવું સહેલું છે પણ માન મૂકી, અણબનાવ ભૂલી જઈ, બઘા પરમકૃપાળુદેવનાં સંતાન છે એમ દ્રષ્ટિ રાખી, કંઈ પોતાને વિપરીત ભાવ થઈ આવ્યો હોય તે પરસ્પર ખમાવી, એક પિતાના પરિવારની પેઠે હળીમળીને ભક્તિ કરો છો એવા તમારા પત્રની રાહ જોઉં છું. ઓ.૩ (પૃ.૩૬૯) દોષો થયાં હોય તેનો પશ્ચાત્તાપ કરવો “કેટલી કાળજી રાખવાની છે! સવારમાં દોષોનું પ્રતિક્રમણ કરવું, સાંજે કરવું અને સૂતી વખતે અઢાર પાપસ્થાનક વિચારી સર્વ જીવોને સમાવી સૂવું. (મો.૫૫) રોજ કેમ વર્તવું તેનો વિચાર કરવો, પછી સાંજે તપાસવું કે હું આજે ક્યાં ક્યાં ઊભો હતો? ક્યાં ક્યાં વાતો કરી? વઘારે વખત શામાં ગાળ્યો? એ બધું વિચારવું. દોષો થયા હોય તેનો પશ્ચાત્તાપ કરવો અને ફરીથી દોષો 347.