________________ આજ્ઞાભક્તિ (OF 1 યક્ષે કહ્યું કે જોયું એના નસીબમાં નથી. તેથી એને એવો ભાવ આવ્યો અને જ કડું પડેલું હોવા છતાં તેના ઉપર દ્રષ્ટિ પડી નહીં. તેમ ઘર્મ કરવાની બધી સામગ્રી 2 મળી હોય પણ હીનપુણ્ય જીવને ઘર્મ કરવાનું મન જ ન થાય. “મારા અપરાઘ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું.” નિત્યનિયમાદિ પાઠ” માંથી - આત્માની આરાધના કરે, પશ્ચાત્તાપ કરે તો સર્વ પાપથી મુક્ત થાય. શરણ કેમ પ્રાપ્ત થતું નથી? જીવ અપરાધી છે. જેની આરાઘના કરવી જોઈએ તેની આરાઘના કરતો નથી. પોતામાં દોષો છે તે જણાતા નથી. સત્તામાં દોષ હોય તે જણાય નહીં; નિમિત્ત મળે દોષ ઊભા થાય. આત્માની આરાધના નથી કરતો એ મોટો દોષ છે. જે જે કારણને લઈને આત્માની આરાઘના થતી નથી તે મારા પાપો ટળી જાય, એ મારી અભિલાષા છે. પાપથી મુક્ત થાય તો નિર્દોષ થાય.” બઘા કર્મ પાપ છે. મુખ્ય પાપ ઘાતીયા કર્મ છે. તે જાય તો પરમાત્મા થવાય મોક્ષ શું? આત્માની શુદ્ધતા-પાપરહિત દશા એ જ મોક્ષ છે. બધાં કર્મ પાપ છે. તેમાં ચાર ઘાતિયા કર્મ મુખ્ય પાપ છે. તે જાય તો પરમાત્મા થવાય. તેથી તે ઘાતિયા કર્મ તોડવા પ્રયત્ન કરવો જોઈએ. “ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ.” કરેલા પાપોથી મુક્ત થવાનો ઉપાય - પશ્ચાત્તાપા “પાપ થયું હોય તો પછી શું કરવું? પશ્ચાત્તાપ. પાપ કરીને રાજી થાય, તેનું અભિમાન કરે તો તીવ્ર કર્મ બાંધે. જેમકે શ્રેણિક રાજાએ બાણ માર્યું તે હરણને વીંધીને ઝાડમાં પેસી ગયું તેનું અભિમાન કરવાથી નરકનું આયુષ્ય બાંધ્યું અને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્રોઘના વિચારોથી સાતમી નરકે જવાય એવાં પાપનાં દળિયાં બાંધ્યાં, પરંતુ પાછો પશ્ચાત્તાપ કરવાથી છૂટી ગયા.” વીસ દોહરા, ક્ષમાપના વગેરે પશ્ચાત્તાપ જગાડવા માટે છે પાપથી મુક્ત કેમ થવાય? પશ્ચાત્તાપ કરવાથી. વીસ દોહરા, ક્ષમાપના વગેરે બોલવાનો હેતુ એવો પશ્ચાત્તાપ જગાડવાનો છે. ઘણા ભવ નિષ્ફળ ગયા પણ હવે આ ભવમાં આત્માર્થ કરી લઉં. ખરો પશ્ચાત્તાપ જાગે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય.” ભૂલ થઈ તેનો પશ્ચાત્તાપ કરી માફી માગે તો બીજાને પણ અસર થાય. ભૂલ થઈ હોય તેની માફી માગે તો પોતાને હિત થાય અને બીજાને પણ અસર થાય છે. પશ્ચાત્તાપથી જાગૃત થવાય છે. ખોટે રસ્તેથી પાછો વળી સન્માર્ગે આવે તો શું કરવું તેનો ઊંડો વિચાર કરી શકે.” (નિય. પાઠ પૃ.૪૦) “આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું....... 346