________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન બોઘામૃત ભાગ-૧, 3 માંથી - સૂતી વખતે ત્રણ પાઠ બોલી કૃપાળુદેવનું શરણ લઈ સૂવું “હે ભગવાન, હું તો અધમાધમ છું, આ કળિકાળમાં મારે એક તારું જ શરણું છે. ગમે તેમ કરી મને શરણે રાખો.” એવી ભાવના નિત્ય કરવાની છે. કેટલીક વાર સમૂહમાં પ્રાર્થના કરવાની હોય છે અને એકાંતમાં પણ કરવાની હોય છે. રાતે સૂતી વખતે રોજ વિશ દોહરા, યમનિયમ, ક્ષમાપના બોલી કૃપાળુદેવનું શરણું લઈ સૂવે તો કંઈ મોડું ન થાય. એ કરવા જેવું છે. બોલતી વખતે આપણને ભાવ ફૂરે એવું કરવાનું છે. કૃપાળુદેવ હાજરાહજૂર જ ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી. એનું જ શરણું લેવું.” બો.૧ (પૃ.૩૮૮) “ઘર્મ જેવી કોઈ ઉત્તમ વસ્તુ આ જગતમાં નથી' એક કેવળી પાસે કોઈ મોટો રાજા દર્શનાર્થે ગયો. નમસ્કાર કરી પૂછે છે : “હે ભગવાન! ત્રણે લોકમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ હશે?” ભગવાને કહ્યું : “ઘર્મ જેવી કોઈ ઉત્તમ વસ્તુ આ જગતમાં નથી.” ફરી રાજાએ પ્રશ્ન કર્યો. “ઉત્તમ વસ્તુ મણિ આદિ રસ્તામાં મૂકીએ તો ગમે તે જનાર ઉઠાવી લીધા વિના રહે નહીં, તો ઘર્મ જેવી ઉત્તમ વસ્તુને અંગીકાર કરવા લોકો કેમ દોડાદોડ કરતા નથી?” ભગવાને કહ્યું, “પાંચ ઇન્દ્રિયના વિષયો તેમને ખાળે છે. ઘર્મ ઉપર તેમની દ્રષ્ટિ પડી નથી, ઘર્મ સુખકારક લાગ્યો નથી. ખાખરની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? જો ઘર્મનો સ્વાદ ચાખે તો તેને પછી મૂકે નહીં.” બોઘામૃત ભાગ-૩માંથી (પૃ.૨૦૭) હીનપુણ્ય જીવને ઘર્મ કરવાનો ભાવ જ ન થાય એક ગરીબ કુટુંબનું દૃષ્ટાંત - એક ગરીબ કુટુંબને ગામમાં મજૂરી મળતી નથી. તેથી તેણે બીજે ગામ જવાનો વિચાર કર્યો. બીજે ગામ જવા માટે ઘરેથી નીકળ્યા. રસ્તામાં એક યક્ષણીએ તેમની ગરીબ સ્થિતિ જોઈને યક્ષને કહ્યું કે એ બિચારા બહુ દુઃખી છે તેથી એમને કંઈ આપો. યક્ષે કહ્યું એના નસીબમાં નથી. યક્ષણીએ કહ્યું આપ્યા વગર નસીબની શી ખબર પડે. ત્યારે યક્ષે એક સોનાનું કડું રસ્તામાં . મૂક્યું. એ કડાની પાસે આવતા પહેલા તેમને એવો વિચાર આવ્યો કે આંધળા લોકો કેમ ચાલતા હશે? એમ વિચારી બેય જણે આંખ બંઘ કરી અને ચાલતા રહ્યા. કડું વટાવી ગયા પછી આંખ ખોલી. 345