________________ આજ્ઞાભક્તિ ખૂબ ખાવાથી અજીરણ થયું. બીમાર પડ્યો. સાઘુઓ સેવા કરવા લાગ્યા. રાજા પણ ગુરુ મહારાજના દર્શને આવતાં શાતા પૂછી. તેથી એને થયું કે આ જૈન ઘર્મ કેવો ઉત્તમ છે કે જેના પ્રતાપે મને ખાવાનું મળ્યું અને ઉપરથી સાઘુઓ સેવા કરે, રાજા શાતા પૂછે. આવા જૈનધર્મની મહાનતાના ભાવ કરતા કરતા તેનું મૃત્યુ થયું. તેથી મરીને રાજા સંપ્રતિ થયો. પાછા આ ભવમાં પણ તે જ ગુરુને જોતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને ગુરુને બધું સમપર્ણ કરવાના ભાવ થયા. ગુરુએ જૈનધર્મનો ઉદ્ધાર કરવાની આજ્ઞા આપી. તે પ્રમાણે આ ભવમાં અનેક જૈન મંદિરો તથા હજારો જિનબિંબો બનાવરાવ્યા. ગુરુનો આશ્રય મળવાથી ગરીબ અનાથમાંથી સનાથ થઈ ગયો. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ઘર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.” નિત્યનિયમાદિ પાઠ” માંથી - નાથ કોણ? નીરાગી પરમાત્મા, જેણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. આખું જગત રાગદ્વેષમાં પડ્યું છે. પરમાત્મા નીરાગી છે. જેને સંસારમાંથી છૂટવું હોય તેણે શું કરવું? પરમાત્મારૂપ દેવ, તેમણે ઉપદેશેલો ઘર્મ, અને તે ઘર્મને સમજીને પોતે આચરે તેમજ અન્યને સમજાવે એવા મુનિ અથવા ગુરુ આ ત્રણ શરણ છે. તેની ઉપાસના કરતાં જીવ શરણવાળો થાય.” (નિત્ય. પાઠ પૃ.૩૯) 344