________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન અજ્ઞાનથી - વિપરીત બુદ્ધિથી આંઘળો થયો છું અને વિવેક ન હોવાથી મૂઢ પણ છું અજ્ઞાનથી - વિપરીત બુદ્ધિથી તેને સારું માન્યું છે. જે છોડવાનું છે તેને સારું માન્યું છે, હિતકારી માન્યું છે તેથી છૂટી શકે નહીં. અનાદિ કાળથી અજ્ઞાનથી અંધ થયો છું, પણ સદ્ગુરુના ઉપદેશથી વિવેક આવે તો અજ્ઞાન દૂર થાય. પરંતુ એવી વિવેક કરવાની શક્તિ પણ મારામાં નથી. વિવેક આવે તો તે અજ્ઞાન ટાળે એવો બળવાન છે. વિવેકનું કામ જુદું કરવાનું છે. હિત, અહિત, દેહ ને આત્મા વગેરેને જેમ છે તેમ ભિન્ન ઓળખવાં તે વિવેક છે. અજ્ઞાન હોય ત્યાં વિવેક ન હોય - વિવેક ન હોય ત્યાં મૂઢતા હોય. વિવેકશક્તિ એટલે ભેદજ્ઞાન. અજ્ઞાનદશામાં પણ જો છૂટવાની જિજ્ઞાસા હોય તો મૂઢ ન કહેવાય.” આત્મહિત માટે શું કરવું તેની ખબર નથી છતાં પોતાને ડાહ્યો માને તે મૂઢતા છે “પરંતુ વિવેકશક્તિ નથી અને તેનું ભાન પણ નથી તે મૂઢતા છે. તે દિશાની ખબર નથી, તેનો વિચાર નથી છતાં પોતાને ડાહ્યો માને, હું સમજું છું એમ માને તે મૂઢતા છે.” જ્ઞાનીપુરુષના આશ્રય વિના નિરાશ્રિત અને અનાથ છે. આશ્રય લે તો સનાથ થાય. “અજ્ઞાન દશામાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાની પુરુષનો આશ્રય લેવો જોઈએ. તે નથી, તેથી નિરાશ્રિત છું. અનાથ છું. જેનું આ સંસારમાં કોઈ ન હોય તે અનાથ કહેવાય. ખરો નાથ આત્મા છે; તે પ્રગટે ત્યારે સનાથ થવાય. સદ્ગુરુનો આશ્રય મળે તોપણ સનાથ થવાય.” (નિત્ય. પાઠ પૃ.૩૮) સગુનો આશ્રય મળવાથી સનાથ થયો એક ભિખારીનું દૃષ્ટાંત –એક ભિખારી કરું હતો. ખાવાનું મળતું જ કે નહોતું. મુનિ ભગવંતને SS આહાર વહોરી લાવતા ' જોઈ તેમને કહ્યું કે મને ખાવાનું આપો. મુનિ કહે અમારા જેવો થાય તો જ અપાય. બીજી રીતે નહીં. આ તો તમારા જેવો કરો. અપાય. બીજી રીતે નહીં. આ મુનિએ તેને દીક્ષા આપી. ( છે - મ e 343