________________ આજ્ઞાભક્તિ છે કોઈ Eii વીંધીને પાસે ઝાડ હતું તેમાં ચોંટી ગયું. તે જોઈ શ્રેણિકને પોતાના બાહુબળનું અભિમાન ફુરી આવ્યું અને ખૂબ કૂદ્યો અને અહંકારથી બોલ્યો, “દેખો, મારું બળ, હરણના પેટની પાર થઈને ઝાડમાં પેસી ગયું છે. મારા જેવો બળવાન જગતમાં કોઈ હશે?” આમ આનંદમાં આવી પાપની પ્રશંસા કરતાં જે તીવ્ર ભાવો થયા તે વખતે તેણે નરકનું આયુષ્ય બાંધી દીધું. નરકગતિ બાંધી દીધી તે ફરી નહીં, પણ સમ્યક્દર્શનના પ્રભાવે અને સર્વ સન્માર્ગી જીવોની સેવા તથા ઘર્માત્માઓ પ્રત્યે ઉલ્લાસ ભાવ વધતાં સાતમી નરકનાં બધાં દુઃખ છૂટી જઈ પહેલી નરકમાં ઘણા થોડા આયુષ્યવાળા નારકી તે થયા છે.” બો.૩ (પૃ.૧૯૪). હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.” નિત્યનિયમાદિ પાઠ માંથી - ઉપરના દોષોથી છૂટવા દેવગુરુઘર્મ એ ત્રણ તત્ત્વનો આશ્રય લેવો જરૂરી હું આવો છું પણ પરમાત્મા પવિત્ર છે, સર્વ કર્મરજથી રહિત છે. તેથી તેમનું અવલંબન લેવા કહે છે કે, હે પરમાત્મા! તમારા કહેલા તત્ત્વ વિના મારો મોક્ષ નથી. તત્ત્વ એટલે દેવગુરુધર્મ. જ્યારે મોક્ષ કરવો હશે ત્યારે આ ત્રણનું અવલંબન લેવું પડશે. હું શું કરું છું? ક્ષણે ક્ષણે શું કરી રહ્યો છું તેની કાળજી રાખવી જોઈએ.” પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું એ બધો પ્રપંચ છે. હું તેમાં જ પડ્યો છું હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પ્રપંચ - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધો પ્રપંચ છે. જોવા, સાંભળવા વગેરેમાં ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઇન્દ્રિયોનો સંયમ જોઈએ. પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં વર્તુ છું. 342