________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન વહેંચતા વહેંચતા એક સાંઠો બાકી રહ્યો. તે તેમણે ઘેર જઈ પત્નીને આપ્યો. પત્નીએ રસ્તાની હકીકત જોઈ હતી તે ક્રોધે ભરાયેલી હતી. જેવો સાંઠો એના / હાથમાં આવ્યો કે તેણીએ સંત તુકારામના બરડામાં માર્યો તેથી તેના બે ટુકડા થઈ ને ગયા. તે વખતે હસતે મોઢે તુકારામ બોલ્યા–વાહ પ્રભુ વાહ! તું તો બહુ સમજણી સ્ત્રી છે. તારો મારા ઉપર કેટલો બધો પ્રેમ છે કે શેરડી જેવી વસ્તુ પણ તને એકલીને ખાવી ન ગમી અને તેના તે આપણા બન્ને માટે બે ટુકડા કરી દીઘા. ગા T / / આવા કષાયરહિત શાંત વચનો સાંભળીને સ્ત્રી શરમાઈ ગઈ અને પતિની માફી માગીને તેના પગમાં પડી. આમ ખમીખુંદે, ગમ ખાય તે મોટો. તે આત્મા વર્તમાનમાં શાંતિ અનુભવે છે તેમજ બીજાનો પણ ક્રોઘ કષાય શાંત કરવાનું તે નિમિત્ત બને છે.” - “હું બહું મદોન્મત્ત અને કર્મ રજથી કરીને મલિન છું.” બોઘામૃત ભાગ-૩' માંથી - શ્રેણિક હિંસા કરીને મદમાં ઉન્મત્ત થયો તો નરકગતિમાં જવું પડ્યું શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત - “બીજું, આપે “શ્રી શ્રેણિક મહારાજે એવું કયું કર્મ બાંધ્યું હતું કે તેમને સન્દુરુષનો યોગ થયા છતાં, સમ્યગ્દર્શન થયા છતાં નરકે જવું પડ્યું?” એમ પૂછ્યું છે તેનો ઉત્તર : મોક્ષમાળામાં શ્રી અનાથીમુનિના ઉપદેશરૂપ 5,6, 7 ત્રણ પાઠ આપ્યા છે, તેમાં શ્રી શ્રેણિક સમ્યગ્દર્શન કેમ પામ્યા તેની કથા છે તે વાંચી જશોજી. તેમાં જણાવેલા પ્રસંગ પહેલાં એક દિવસ શ્રેણિક શિકારે ગયેલા ત્યાં એક હરણને તાકીને જોરથી બાણ માર્યું. તે હરણના શિકારને 341