________________
સ્વધર્મ સંચય નાહીં’... બોલ્યો કે “હે મહારાજ ! શું બીજાને કામે પણ કોઈ જતા હશે કે જેથી આપ એવું હું ? બોલ્યા કે હું મારા પોતાના કાર્ય માટે જાઉં છું?” મુનિ બોલ્યા કે “બીજાના કાર્યો માટે ઘણા જીવો ક્લેશ પામે છે; તેમાં પ્રથમ તો સ્ત્રીપુત્રાદિકને માટે ક્લેશ પામતો એવો તું જ દ્રષ્ટાંતરૂપ છે.” આ એક જ વાક્યથી પ્રતિબોધ પામીને તે વણિકે મુનિને કહ્યું કે “આપ તપનું પારણું વિગેરે કરો. પછી હું આપની પાસે આવીશ.” પછી મુનિ નિર્દોષ આહારવડે દેહને ભાડું આપીને સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. તે વખતે તે વણિકે તેમની પાસે જઈ ઘર્મનું શ્રવણ કર્યું.
ઇત્યાદિ ગુરુના ઉપદેશથી પ્રતિબોઘ પામેલા વણિકે ગુરુને કહ્યું કે “હે ગુરુ! બંઘુવર્ગની રજા લઈને દીક્ષા લેવા માટે હું અહીં પાછો આવું ત્યાં સુધી આપ અહીં જ રહેજો.” એમ કહીને ઘેર જઈ તેણે સર્વ સ્વજનોને તથા પોતાની સ્ત્રીને કહ્યું કે “આ દુકાનના વ્યાપારથી મને ઘણો અલ્પ લાભ મળે છે, માટે ઘણો લાભ મેળવવા સારુ મારે પરદેશ વ્યાપાર કરવા જવું છે; તેને માટે અહીં બે સાર્થવાહ છે. તેમાં એક સાર્થવાહ એવો છે કે તે પોતાનું ઘન આપીને ઇચ્છિત નગરમાં લઈ જાય છે. અને મેળવેલા ઘનમાં પોતે ભાગ લેતો નથી; અને બીજો સાર્થવાહ એવો છે કે તે પોતાનું ઘન આપતો નથી અને તેની સેવા કરતાં તે પ્રથમનું ઉપાર્જન કરેલું સર્વ ઘન પણ લઈ લે છે, તો તમે સર્વ કહો કે હું કયા સાર્થવાહની સાથે જાઉં?” ત્યારે સર્વ બોલ્યા કે “તમે પહેલા સાર્થવાહની સાથે જાઓ.” તે સાંભળીને તે વણિક સર્વ બંધુઓને લઈને બહાર ઉદ્યાનમાં આવ્યો. ત્યાં બંઘુઓએ સાર્થવાહ ક્યાં છે?” એમ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “આ વૃક્ષની નીચે બેઠેલા સિદ્ધિપુરીના સાર્થવાહ આ સાધુ છે. S
aray RESIPUMS v જા ની છત પર AS "0"
,
T
'
-
૨૨૩