________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
તેઓ જમીને ગયા પછી તે વણિક ભોજનને માટે ઘેર આવ્યો, ત્યારે જ હમેશની જેવું સ્વાભાવિક ભોજન જોઈને તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “હે પ્રિયા!
તેં આજે ઘેબર કેમ કર્યા નહીં?” સ્ત્રીએ જવાબ આપ્યો કે “હે સ્વામી! ઘેબર તો કર્યા હતા, પણ તે સત્પાત્રને જમાડ્યા છે. આજે કાંઈ કામ માટે આપણા જમાઈ તેના મિત્ર સહિત અહીં આવ્યા હતા, તેને જવાની ઉતાવળ હતી, તેથી તેને તે ઘેબર જમાડ્યા છે.” તે સાંભળીને વણિક ખેદયુક્ત થઈ વિચાર કરવા લાગ્યો કે “મેં બીજાને માટે થઈને બિચારી ગોવાળણને નકામી છેતરી. તેને છેતરવાનું પાપ મને લાગ્યું, અને ઘેબર તો બીજાએ જ ખાઘા. મૂર્ણ પુરુષો સ્ત્રી પુત્રાદિકને માટે અત્યંત પાપ કર્મ કરે છે, પણ તે પાપનું ફળ તો તેને પોતાને જ ભોગવવું પડે છે.”
એમ વિચારી તે ગામ બહાર જઈને દેહચિંતા કરી પાછો વળતાં સૂર્યના તાપવડે ગ્લાનિ પામવાથી એક વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા બેઠો; તેવામાં કોઈ મુનિને ગોચરી જતા જોઈને તેણે કહ્યું કે “હે પૂજ્ય! અહીં આવો. જરા વિશ્રાંતિ લ્યો અને મારી એક વાત સાંભળો.” તે સાંભળીને જ્ઞાની મુનિએ કહ્યું કે “હું મારા પોતાના કાર્ય માટે ઉતાવળે જાઉં છું, તેથી હું રોકાઈશ નહીં.” વણિક
૨૨૨