________________
‘સ્વધર્મ સંચય નાહીં'.....
સંભાળ હવે લો. સબ સબકી સંભાલો મૈં મેરી ફોડતા હૂં.’ પોતાની—પોતાના આત્માની સંભાળ આટલો એક ભવ લો.’’ -ઉપદેશામૃત (પૃ.૩૭૨)
ગોવાળણને ઠગી પણ મુનિ મળતા
પોતાના આત્માની સંભાળ લઈ લીધી
=
આભીરી અને વણિકનું દૃષ્ટાંત “કોઈ ગામમાં એક વણિક હતો. તે દુકાને બેસીને હમેશાં વેપાર કરતો હતો. એકદા તેની દુકાને કોઈ અતિ સરળ સ્વભાવની ગોવાળણ બે રૂપિયા લઈને કપાસ લેવા આપી. તેણે વણિકના હાથમાં બે રૂપિયા આપી તેનો કપાસ આપવા કહ્યું, એટલે તે વણિકે ‘હાલમાં કપાસ બહુ મોંઘો છે.' એમ કહીને અર્ઘા અર્ધા રૂપિયાની બે ઘારણ તોળીને તેને એક રૂપિયાનો કપાસ આપ્યો. તે અતિ સરળ સ્વભાવવાળી ગોવાળણ બે વખત જોખી આપવાથી બે રૂપિયાનો મને કપાસ આપ્યો.” એમ જાણીને તે કપાસ લઈ પોતાને ઘેર ગઈ.
પછી તે વણિકે વિચાર્યું કે “આજે એક રૂપિયો ફોગટનો મળ્યો છે, માટે આજ તો હું તેનું ઉત્તમ ભોજન જમું.” એમ વિચારીને તે રૂપિયાનું ઘી, ખાંડ, ઘઉં વગેરે ખરીદીને ઘેર મોકલ્યું, અને પોતાની સ્ત્રીને તેના ઘેબર કરવાનું કહેવરાવ્યું. તે સ્ત્રીએ ઘેબર તૈયાર કર્યા; તેવામાં બીજા કોઈ ગામમાં રહેતો તેનો જમાઈ પોતાના મિત્ર સહિત કોઈ કામ સારું આવ્યો. તેને જોઈને હર્ષિત થયેલી પેલા વણિકની સ્ત્રીએ તે બન્નેને ઘેબર જમાડ્યા. “સ્ત્રીઓને જમાઈ પર અતિ સ્નેહ હોય છે.’’
૨૨૧