________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
તેને કહેવાય કે ખોળામાં આવીને સિંહ બેસે, સર્પ બેસે પણ કિંચિત્માત્ર રૂંવાડામાંય પણ તેને ભય થાય નહીં તે જ્ઞાન છે.
તે વખતે પેલા ભાઈ, સાહેબજી પ્રત્યે હાથ જોડી વારંવાર બોલ્યા કે હું તેવો નથી. ઇત્યાદિ બોલ્યા હતા. પછીથી તે ભાઈનો મદ ગળી ગયો, અને તે ભાઈ સાહેબજી પાસે ગયા પછીથી સાહેબજીના વખાણ કરતા હતા એમ તેમના ચિરંજીવી પુત્ર હીરાભાઈથી વાત જાણી હતી. તેઓ હાલ શ્રી સુબોધક પુસ્તકાલયમાં આવે છે.’” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૯૧)
સ્વધર્મ એ બહુ ગુપ્ત છે. તે કોઈક મહાભાગ્યે સદ્ગુરુ કૃપાએ પામે છે
“ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે.’’
(વ.પૃ.૧૭૮)
સ્વધર્મ સંચય નાહીં'..... ‘ઉપદેશામૃત' માંથી :
પોતાના આત્માની સંભાળ આટલો ભવ લે તો સ્વધર્મ સંચય થાય
“ ‘જાગ્યા ત્યાંથી સવાર;’ ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. આત્મા તો મરવાનો છે નહીં. ત્યારે તેની
૨૨૦