________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
તે પોતાના ઘર્મરૂપી ઘનને આપીને હમેશાં વ્યાપાર કરાવે છે, અને તેમાં જે લાભ મળે છે તેમાંથી તે લેશમાત્ર પણ ગ્રહણ કરતા નથી. તેથી આની સાથે
ઇશ્કેલી એવી મુક્તિપુરીએ હું જઈશ. બીજો સાર્થવાહ તે સ્ત્રી, સ્વજન વિગેરે જાણવા. તે પૂર્વનું ઘર્મરૂપી ઘન લઈ લે છે, અને નવું ઘન બિલકુલ આપતા નથી; માટે તમે મને આનંદથી કહ્યું છે કે પહેલા સાર્થવાહ જોડે જાઓ; તેથી હું તમારા સર્વનો સંબંઘ મૂકીને સ્વઘર્મનો સંચય કરવા આ મુનિનો જ આશ્રય કરું છું.” -ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૫ (પૃ.૧૫૩)
પુરબિયાની જેમ પોતાના આત્માની સંભાળ રાખે તો સ્વઘર્મ પામે પુરબિયાનું દૃષ્ટાંત –“કેટલાક પુરબિયા ઉજાણી કરવા નદીકિનારે ગયા હતા. દરેકે પોતપોતાનો જુદો ચોકો કરી રસોઈ કરી. પછી નદીમાં નાહવા માટે બધા ગયા.
નાહીને પાછા આવ્યા ત્યારે એક પુરબિયાને શંકા પડી કે મારો ચોકો કયો હશે. તે નક્કી કરવા તેણે એક પથરો ઉપાડી બઘાને કહ્યું, “સબ સબકી સંભાલો, મેં મેરી (હાંડી) ફોડતા હૂં' એટલે સૌ પોતપોતાની હાંડીઓ સંભાળી બેઠા. એટલે એણે પથરો નાખી દઈને પોતાનો ચોકો સંભાળી લીધો.” -ઉપદેશામૃત (પૃ.૩૭૨)
તેમ પર પંચાત મૂકી પોતાના આત્માની સંભાળ રાખે તો જીવ સ્વધર્મ પામે.
૨૨૪