________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. પ્રાંતે રાજાએ તેને જ ગાદી ઉપર બેસાડીને 6 ક. દીક્ષા લીધી. તે રાજર્ષિ અનુક્રમે જ્ઞાની થયા, એટલે પુત્રને પ્રતિબોઘ કરવા ત્યાં જ આવ્યા. રાજાને ખબર થતાં તે મોટી સમૃદ્ધિથી ગુરુને વાંદીને પાસે બેઠો. તેવામાં બે તે ચાંડાલની સ્ત્રી પણ ત્યાં આવી. ગુરુને વાંદીને બેઠી. તે માતંગીને જોઈને રાજા હર્ષ પામ્યો અને તે માતંગી પણ રાજાને જોઈને હર્ષ પામી. તેના રોમાંચ વિકસિત થયા અને તત્કાળ તેના બન્ને સ્તનમાંથી દૂઘની ઘારા નીકળી. તે જોઈને રાજાએ આશ્ચર્ય પામી ગુરુને પૂછ્યું કે - “હે સ્વામી! મારા દર્શનથી આ માતંગીના સ્તનમાંથી દૂઘ કેમ નીકળ્યું?” મુનિ બોલ્યા કે - “હે રાજા! આ માતંગી તારી માતા છે. તેણે તને જન્મતાં જ ગામ બહાર તજી દીધો હતો, ત્યાંથી મેં લઈને તારું પાલન કર્યું હતું, અને મારે પુત્ર નહીં હોવાથી તને રાજ્ય આપ્યું હતું. તે સાંભળીને રાજાએ પૂછ્યું કે - “હે ગુરુ! કયા કર્મથી માતંગ કુલમાં મારો જન્મ થયો? અને કયા કર્મથી મને રાજ્ય મળ્યું?” મુનિ બોલ્યા કે - “તું પૂર્વભવે શ્રીમાન અને વિવેકી શ્રેષ્ઠી હતો. એકદા જિનેન્દ્રની પૂજા કરતાં એક સુગંધી પુષ્પ પદ્માસન ઉપરથી પડ્યું. તે અતિ સુગંધી છે એમ જાણી તેં ફરીથી તે પુષ્પ પ્રભુ પર ચઢાવ્યું. re, 359