________________ આજ્ઞાભક્તિ લોકોને વ્યાખ્યાન સાંભળવાનો રસ ઊડી ગયો અને નિંદા કરવામાં ડૂબી ગયા. વ્યાખ્યાન પૂરું થયે બધા ધિક્કારની લાગણીનો વરસાદ વર્ષાવતાં ઘેર ગયા. મહારાજે ખાદીનો કકડો બાંધેલ વાસણ કાઢીને જોયું તો તેમાં બે જ કાણા બાકી રહ્યાં હતા. બીજા બઘાં પૂરાઈ ગયા હતાં. તે જોઈ મહારાજે કહ્યું કે “સભામાં બેઠેલા સુશીલા અને સુમન એ બે જણ તમારી કબૂલાતથી ભારે આનંદ પામ્યા છે. તમારા પ્રાયશ્ચિત્તથી તેઓ તમને ખૂબ ઘન્યવાદ આપી ગયા છે. આ બે કાણા બાકી રહ્યાં છે તે એમ સૂચવે છે કે હવે બે જ ભવ તમારે કરવાના બાકી રહ્યા છે.” પ્રાયશ્ચિત્તથી શું શું નહિ મળતું હોય? ઘચ છે ગુરુ મહારાજને કે જેમણે મને આ ઉપાય બતાવ્યો. અને ઘન્ય છે એ જૈનધર્મ કે જેમાં આવા ઘોર પાપમાંથી મુક્ત થવાનો માર્ગ પણ છે.” -સામયિકના પ્રયોગો (પૃ.૬૭) ઘર્મની ક્રિયામાં થયેલ આશાતનાથી માતંગ કુળમાં જન્મા માતંગપુત્રનું દ્રષ્ટાંત - કામરૂપપટણમાં કોઈ ચાંડાલને ત્યાં દાંતવાળો પુત્ર ઉત્પન્ન થયો. તે જોઈ તેની માતાએ ભય પામીને ગામ બહાર જઈ તે પુત્રને તજી દીધો. તેવામાં તે નગરનો રાજા ફરવા નીકળ્યો. તેણે તેને દીઠો, એટલે પરિજન દ્વારા પોતાના મહેલમાં લઈ જઈ તેને ઉછેર્યો. - 358