________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન બીજા દિવસે મહારાજશ્રીના કહેવા પ્રમાણે ખાદીનો કકડો લાવી વાસણ 'E . ઉપર બાંઘી મહારાજના આસન નીચે તે વાસણ મૂકી દીધું. વ્યાખ્યાન સાંભળતા પૂર્વ વ્યાખ્યાન પૂરું થયું એટલે મદને ઊભા થઈ વિનયપૂર્વક ઘીમે ઘીમે બોલવાનું શરૂ કર્યું. નિષ્કારણ કરુણાળ પ્રભુ! આજે મારે કાંઈક કહેવું છે માટે તે કહેવાની મને અનુજ્ઞા આપો.” મહારાજશ્રીએ સભા સમક્ષ નજર કરી. તેમના મનોભાવ ઉપરથી બઘાની સંમતિ સમજી તે યુવાનને બોલવાની રજા આપી. માતા અને પુત્ર વચ્ચે અબ્રહ્મચર્ય સેવવું અસંભવિત છે પણ સંભવિત થયેલું જોઈ મને બહુ કંપારી છૂટે છે.” યુવાનનો સાદ ગળગળો થઈ ગયો. “તે માતા પુત્ર પરસ્પર અબ્રહ્મ સેવી અઘોર પાપમાં પડનાર આ તમારી વચ્ચે ઊભા છે તે હું અને આ મારી માતા.” આ શબ્દો સાંભળતાંની સાથે જ આખો ઉપાશ્રય ગાજી ઊઠ્યો અને બન્નેને ધિક્કાર અને ફીટકારના શબ્દો સંભળાવવા લાગ્યા. પુત્ર અને માતા બન્ને આ નિંદાના શબ્દો સાંભળીને સહન કરી રહ્યા હતા. iaaW/A /N/ મહારાજશ્રી તેના ઉપર એક શબ્દ પણ બોલ્યા નહીં અને ઉત્તર વ્યાખ્યાન શરૂ કરી દીધું. 357