________________ આજ્ઞાભક્તિ E ની કે, મહારાજ ! આજે બ્રહ્મચર્ય સંબંધી વ્યાખ્યાન સાંભળીને હું ખૂબ જ ઊંડા વિચારમાં પડી ગયો છું. આપે કહ્યું કે પરસ્ત્રી, વેશ્યા વગેરે સાથે વિહાર કરનારા તો દુર્ગતિ પામે છે. તે તો ખરું પરંતુ હું તો મારી માતા સાથે વિહાર કરું છું તો હવે અમારી કેવી દુર્ગતિ થશે? અને આવા ઘોર પાપમાંથી છૂટવાનો હે મહારાજ, કાંઈ પણ ઉપાય છે? યુવાને ગળગળા થતાં કહ્યું. મહારાજશ્રીએ એક ક્ષણ વિચાર કરીને કહ્યું કે “ભાઈ! તેમાંથી બચવાનો ઉપાય છે.” મદને કહ્યું કે “શું ઉપાય છે? તે ગમે તેવો દુષ્કર હશે તો પણ હું તે ઉપાય કરીશ.” માતાએ પણ હા કહી. VIET દી: મહારાજે કહ્યું “તો તમે કાલે એક ખાદીનો કકડો લાવજો અને તેને એક વાસણ ઉપર બરાબર બાંધીને મારા આસન નીચે મૂકી તમે વ્યાખ્યાન સાંભળવા બેસજો. વ્યાખ્યાનનો પૂર્વ વિભાગ પૂરો થાય અને ઉત્તર વ્યાખ્યાનની શરૂઆત કરું ત્યારે તમે તમારી વાત બધા લોકોની સમક્ષ ઊભા થઈ કહી સંભળાવજો. લોકો નિંદા કરે તો પણ તમે સમતા રાખજો. જેમ લોકો નિંદા કરશે તેમ તેમ તમારા કર્મો ખપતા જશે અને ખાદીના કકડામાં રહેલા કાણા પૂરાતા જશે. જેટલા કાણા બાકી રહેશે તેટલા ભવ તમારે કરવાના બાકી છે એમ સમજવું. પછી બન્ને જણ ઘેર ગયા. 356