________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન આર્તધ્યાનના કારણે મૃત્યુ પામીને આ હવે સમડીરૂપે ઉત્પન્ન થયો છે. અને મેં વૈરાગ્ય પામીને આ દીક્ષા ગ્રહણ કરી છે. હું ને તે વખતે સમડી પોતાનો પૂર્વભવ સાંભળી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી વૃક્ષની નીચે ઊતરી ગુરુના ચરણમાં પડી અને પોતાનો અપરાઘ ખમાવ્યો. પછી મુનિના વચનથી અનશન કરીને સ્વર્ગ ગઈ. રાજા વગેરે પ્રતિબોધ પામ્યા અને અહિંસા ઘર્મ સ્વીકાર્યો. મુનિ ચારિત્ર પાળીને મોક્ષે પધાર્યા. સમડીએ ક્ષમા માગી તો ઉત્તમગતિને પામી. -ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભા.૧ (પૃ.૨૪) ગુરુ આગળ પોતાના દોષની સાચા અંતઃકરણે કરેલી કબૂલાત મદનકુમારનું દૃષ્ટાંત - એક સગૃહસ્થ હતો તેને પુત્ર થયો. પણ એની મા મરી ગઈ તેથી તેના પિતાશ્રીએ વિચાર્યું કે જો કોઈ સારી કન્યા મળે તો ફરીથી લગ્ન કરું. સારા સંજોગે સારી કન્યા પણ પરણ્યો. પણ થોડા વર્ષોમાં તો બાપ પણ ગુજરી ગયો. હવે ઘરમાં સાવકી મા અને દીકરો રહ્યા. એકાંત બહુ અનિષ્ટ વસ્તુ છે. મદન નામનો દીકરો ભરજુવાનીમાં આવ્યો. સાવકી મા પણ ભરજુવાન હતી. તેથી એકાંત મળતા બન્નેનું પતન થયું. એક દિવસ આચાર્ય મહારાજ વ્યાખ્યાન આપતા હતા. તેમાં બ્રહ્મચર્ય સંબંધી બહુ વિસ્તારથી વિવેચન કર્યું. મા અને દીકરો રોજ વ્યાખ્યાન સાંભળવા જાય. આજે બ્રહ્મચર્ય સંબંધી સાંભળવાથી એમના મનમાં બહુ પશ્ચાત્તાપ થયો. વ્યાખ્યાન પુરું થઈ ગયા પછી લોકો તો બઘા ચાલ્યા ગયા. પણ રંભા નામની મા અને મદન નામનો દીકરો બેસી રહ્યા. બઘાના ગયા પછી મદને ગુરુ મહારાજને ઘીમે સ્વરે કહેવાનું શરૂ કર્યું 355