________________ આજ્ઞાભક્તિ અન્યદા કોઈ વનમાં આ ઘન્ય મુનિ કાયોત્સર્ગે રહ્યા હતા. તે વખતે પૂર્વભવની સ્ત્રી જે સિંહ થઈ છે તેણે ઘન્ય મુનિને મારી નાખ્યા. મુનિ બારમા દેવલોકમાં ગયા. સિંહ ચોથી નરકે ગયો. ક 2 / 0 0 છે કે : 1 tu, TITIN h e ee e જે 0 g STS) પછી ધન્ય મુનિના જીવ સ્વભાવ નિનો જીવ સ્વર્ગમાંથી ચ્યવીને ચંપાનગરીમાં દત્ત નામના શ્રેષ્ઠીને ઘેર વરદત્ત નામે પુત્ર થયો. જન્મથી જ વૈરાગી, વિવેકી, દાતાર અને દયાળુ હતો. થોડા જ વખતમાં તે સમતિ પામ્યો. સુંદરીનો જીવ ચોથી નરકમાંથી નીકળીને વરદત્તના ઘરે દાસીનો પુત્ર થયો. પૂર્વના વેરભાવને લીધે એ હંમેશાં વરદત્તને શત્રુની જેમ જોવા લાગ્યો. વરદત્તને વિશ્વાસ બેસે એટલા માટે જૈનધર્મ પાળવા લાગ્યો. તેથી શેઠે આ મારો ઘર્મબંધુ છે એમ વિચારી લોકોની સમક્ષ પોતાના ભાઈ તરીકે સ્થાપન કર્યો. તે કપટથી ભક્તિ બતાવવા લાગ્યો અને અંદરથી મારવાના ઉપાય વિચારવા લાગ્યો. તેણે એક વખતે સૂતી વેળાએ શેઠને વિષયુક્ત નાગરવેલનું પાન આપ્યું. પણ શેઠને ચોવિહાર હોવાથી ઓશિકા નીચે મૂકી સૂઈ ગયા. સવારે ઊઠી શેઠ દેરાસરે ગયા. શેઠાણીએ આંગણે ઊભેલા દાસી પુત્રને કહ્યું કે “દેવર! આ તાંબુલ ગ્રહણ કરો. તે લઈને ખાઈ ગયો. તત્કાળ તે મરણ પામ્યો. 354