________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન સમડીએ પોતાના અપરાઘની ક્ષમા માગી સમડીનું દૃષ્ટાંત - કૌશાંબી નામની નગરીમાં મહિપાલ નામે રાજા હતો. તે તે નગરના ઉદ્યાનમાં ત્રણ જ્ઞાનને ઘારણ કરનાર વરદત્ત નામે મુનિ પધાર્યા. ચતુર્વિધ સંઘને આ પ્રમાણે દેશના આપવા લાગ્યા–જૈન ઘર્મ પાળનારો મુમુક્ષુ અપરાધી અને નિરપરાથી બન્ને ઉપર દયા કરે છે. જેમ ચંદ્ર, રાજા અને ચંડાલ બન્નેના ઘર ઉપર સરખી ક્રાંતિ પ્રસારે છે તેમ. આ પ્રમાણે ઘર્મદેશના દેતા ગુરુને અકસ્માત હસવું આવ્યું. તે જોઈ સભાજનો વિસ્મય પામી બોલ્યા : ભગવન્! પ્રવચનમાં કહ્યું છે કે હાસ્ય કરવાથી સાત અથવા આઠ પ્રકારના કર્મનો બંધ થાય છે. તો તમારા જેવા મોહને જિતનારા પુરુષોને અવસર વિના હાસ્ય ઉત્પન્ન કેમ થયું? મૂનિ બોલ્યા - “ભદ્રો” સાંભળો, આ લીંબડાના વૃક્ષ ઉપર સમડી નામે પક્ષિણી દેખાય છે, તે પૂર્વભવના વેરથી ક્રોઘ લાવી બે પગ વડે મને મારી નાખવાનો વિચાર કરે છે. તે સાંભળી લોકોએ કૌતુકથી તેનો પૂર્વભવ પૂછ્યો ત્યારે મુનિ તે સમડીને પ્રતિબોઘ થવા માટે તે સમડીનો પૂર્વભવ કહેવા લાગ્યા. આ ભરતખંડમાં આવેલ શ્રીપૂર નામના નગરમાં ઘન્ય નામે એક શેઠ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ સુંદરી હતું. તે વ્યાભિચારિણી હતી. તે એક દિવસ પોતાના પતિને મારવા માટે દૂધમાં ઝેર ભેળવીને આપવા જતી હતી, ત્યાં રસ્તામાં સર્પે ડંખ માર્યો અને તે તુરત મૃત્યુ પામી અને સિંહ થઈ. ઘન્ય શેઠે પણ વૈરાગ્ય પામી પછી દીક્ષા ગ્રહણ કરી હતી. see a es e R R I [ A. Pii \ / 353