________________ આજ્ઞાભક્તિ 1 1 એકદમ અંઘકાર થઈ ગયો, તેથી રાત્રિ પડી જવાને લીધે ભય પામીને મૃગાવતી તત્કાળ ઉપાશ્રયે આવ્યા. અને ઈરિયાવહી પડિક્કમતાં ચંદના સાધ્વીને કહ્યું કે “હે ગુણીજી! મારો અપરાધ ક્ષમા કરો.” ચંદનબાળાએ કહ્યું કે ‘હે મૃગાવતી! તારા જેવી કુલીનને આમ કરવું ઘટે નહીં.” મૃગાવતી બોલી કે હવે ફરી વાર આવું કરીશ નહીં.' એમ કહી તે ચંદન1 = બાળાના પગમાં પડ્યા. ચંદનબાળાને તો પાછી નિદ્રા આવી ગઈ, પરંતુ શુદ્ધ અંતઃ કરણવડે વારંવાર પશ્ચાત્તાપ પૂર્વક ખમાવવાથી મૃગાE- વતીને કેવળજ્ઞાન પ્રગટ થયું. તેવામાં ચંદનબાળા પાસે સર્પ આવતો હતો, એટલે મૃગાવતીએ કેવળજ્ઞાનથી જાણી ચંદનબાળાનો હાથ ઊંચો કર્યો, તેથી તેઓ જાગી ગયા. હાથ ઊંચો કરવાનું કારણ પૂછતાં તેમણે સર્પનો વૃત્તાંત જણાવ્યો. ચંદનબાળાએ પૂછ્યું કે-“આવા અંધકારમાં સર્પ આવે છે કે કેમ જાણ્યું? તેમણે કહ્યું કે “આપના પસાયે'. એમ પૂછતાં તેને કેવળજ્ઞાન થયેલું જાણી મૃગાવતી શિષ્યા સાધ્વીને ખમાવતાં ચંદન બાળાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એવી રીતે પરસ્પર ખમાવીને મિથ્યા દુષ્કત આપવું. (ઉ.પ્રા.ભા.ના આધારે) 7 - / 352