________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન કી મોહનલાલજી મહારાજ પણ તેમના ચરણમાં હાથ મૂકી માથું નમાવવા વાંકા વળ્યા હતા. પણ પ્રભુશ્રીજીના જોડેલા હાથે તેમના મસ્તકને રોકી રહ્યાં હતા. IIIMANAS આમ પરસ્પર મુનિશ્વરોના નિર્મળ પરિણામનું આબેહૂબ ચિત્ર ત્યાં હાજર રહેલાને સ્તબ્ધ કરે હતું.” (પૂ.શ્રી બ્રહ્મચારીજીની નોટમાંથી) આ જીવ પારકા દોષ જોવામાં શૂરો છે, પણ આવા નિખાલસ ભાવે હૃદય ખાલી કરી નમ્રતા ભાવ ઘારણ કરવાનું શીખ્યો નથી. શુદ્ધ અંતઃકરણપૂર્વક ખમાવવાથી મૃગાવતીને કેવળજ્ઞાન મૃગાવતીનું દૃષ્ટાંત - ત્રીજું સાઘન પરસ્પર ખમાવવાનું છે. તે ઉપર એવી કથા છે કે એક વખતે ચંદનબાળા સાથ્વી તથા મૃગાવતી શિષ્યા સાધ્વી વીરપ્રભુને વાંદવા ગયા હતા. તે દિવસે સૂર્ય ચંદ્ર મૂલવિમાન સહિત પ્રભુને વાંદવા આવ્યા હતા. તેથી અસ્ત સમય થયા છતા સમવસરણમાં દિવસવત્ પ્રકાશ હતો; પરંતુ દક્ષપણાથી સૂર્યાસ્ત સમય જાણી એકદમ ચંદનબાળા ઉપાશ્રયે આવ્યા, ઈર્યાપથિકી પડિક્કમી નિદ્રાવશ થયા. પછી સૂર્ય ચંદ્ર સ્વસ્થાને ગયા એટલે 351