________________ આજ્ઞાભક્તિ થયું નથી. આથી હું આશ્ચર્ય પામ્યો ને મેં પૂછ્યું કે સાહેબ, પ્રતિક્રમણ શેને? ત્યારે કૃપાનાથે કહ્યું કે સવારમાં જે અમે ઓઢણીની કિંમત કરી હતી, તેના સંબંધમાં ઓઢણીના માલિક અત્રેના ખોજાને, અમારા તરફથી તે ઓઢણીની કિંમત ઓછી IT IT થવાથી તે ખપી નહીં, એમ લાગવાથી તેને અમારા પ્રત્યે કાંઈ ખોટું લાગ્યું છે. તેનું હજુ અમારાથી સમાઘાન થયું નથી, માટે તું જમી લે. એટલે આપણે તેની પાસે જઈએ. પછી હું જમ્યો અને અમે તે ખોજા પાસે ગયા. ત્યાં તે ખોજાના મનનું સમાધાન કૃપાનાથે કર્યું. -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૩૩) પ.પૂ.પ્રભુશ્રીજી અને પૂ.મોહનલાલજી મહારાજ વચ્ચેની પરસ્પર નિર્મળ ક્ષમાપના મુનિઓનું દ્રષ્ટાંત - “સંતજનો ઘણા ક્ષમાશીલ અને કેટલા કરુણાળુ હોય છે તે વાત તારીખ ૪ની સાંજે પ્રત્યક્ષ દીઠી. પ્રભુશ્રીજીએ કૃપા કરીને જેમ ચાલતું હતું તેમ શાસ્ત્રવાંચન શરૂ કરી ચાલુ રાખવાની રજા આપી. તેથી મૂલાચાર વાંચવાની શરૂઆત થઈ. તેમાં પ્રતિક્રમણ છે તે ભાવ પરિણામની શુદ્ધિ છે. એ વાત આવી ત્યારે મોહનલાલજી મહારાજે કહ્યું કે પરિણામમાં (ભાવોમાં) રાગાદિની મલિનતા પ્રકૃતિના ઉદયથી થઈ હોય તો તે દૂર કરી નિર્મળ પરિણામ કરવા; એમ પ્રાયશ્ચિત્ત સંબંધી વાત કરતા હતા. તે વખતે પ્રભુશ્રીજીએ હાથ જોડીને મુનિદેવ શ્રી મોહનલાલજીને જણાવ્યું કે પ્રકૃતિના ઉદયથી સવારે મારા વડે બોલાયું પણ તમે જે ક્ષમા ઘરી સહન કર્યું તે ક્ષમાને નમસ્કાર છે. ત્યારે 350