________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન સાતમે માન પોતાની પ્રશંસા થાય તેવું બોલવું, ઇચ્છવું બન્યું છે? કુ બીજાને અપમાન દીધું છે? વિનયમાં કંઈ ખામી આવી છે? વગેરે વ્યવહાર અને પરમાર્થે લક્ષ રાખી વિચારવું. આઠમે માયા કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે? ઉપરથી રાજી રાખી સ્વાર્થ સાધવાનું કંઈ પ્રવર્તન થયું છે? કોઈને ભોળવી લોભ આદિ વઘાય છે? નવમે લોભ- પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે ને લોભમાં નવી ઇચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસી જવી. દશમે રાગ- જેના જેના પ્રત્યે રાગ છે તેમાં વૃદ્ધિ થાય છે? ઓછું થઈ શકે તેમ છે? પોતાને ગમતી ચીજો મળે ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે? રાગ ઓછો કરવો છે એવો લક્ષ રહે છે? વગેરે વિચારવું. અગિયારમે દ્વેષ– ષ પણ તેમ જ. બારમે કલહ થાય તેવું કંઈ બન્યું છે? તેરમે અભ્યાખ્યાન– કોઈને આળ ચઢાવવા જેવું વર્તન આજે થયું છે? ચૌદમે પૈશુન્ય- કોઈની નિંદા તેની ગેરહાજરીમાં થઈ છે? પંદરમે રતિ-અરતિ- ભાવો દિવસમાં કેવા ક્યાં ક્યાં થાય છે? સોળમે પરપરિવાદ- બીજાનું હલકું બોલવું કે નિંદા થઈ છે? સત્તરમે માયામૃષાવાદ– માયાથી જૂઠું બોલવું થયું છે? અઢારમે મિથ્યાત્વશલ્ય- આત્માને વિપરીતપણે માની લેવા જેવું કે કુસંગથી મારી ઘર્મશ્રદ્ધા ઘટે તેવું આજે કંઈ બન્યું છે? અન્યથર્મીના યોગે થયેલી વાત વિચારી જવી.” -બો.૩ (પૃ.૬૫૦) આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. આગળ કરેલા પાપોનો અનેક જીવોએ કરેલો પશ્ચાત્તાપ અથવા પ્રતિક્રમણના દ્રષ્ટાંતો નીચે મુજબ : (શ્રી ઠાકરશી લેહરચંદના પ્રસંગમાંથી) ખોજાને ખોટું લાગ્યું તેથી પ્રતિક્રમણ થયું નથી કૃપાનાથનું દ્રષ્ટાંત - એક દહાડો શ્રી મુંબઈની રેશમી ઓઢણી લઈને એક વાણિયાનું કૃપાનાથ પાસે આવવું થયું હતું. અને એના તરફથી ઓઢણીની કિંમત પૂછવાથી કૃપાનાથે તે જણાવી હતી હવે તે જ દિવસે માતુશ્રી તરફથી જમવા બોલાવવામાં આવતાં કૃપાનાથે મને કહ્યું કે - જા, તું જમી લે. અમને જમવાની રુચિ નથી. ત્યારે મેં અરજ કરી કે કેમ સાહેબ? કાંઈ તબિયત નરમ છે? ત્યારે કહ્યું કે ના. ત્યારે ફરી કારણ પૂછ્યું. ત્યારે કૃપાનાથે કહ્યું કે પ્રતિક્રમણ 349