________________ આજ્ઞાભક્તિ * અવિધિએ સ્નાન કર્યા વિના એ પ્રમાણે કરવાથી તેં માલિન્યપણાનું પાપકર્મ / ઉપાર્જિત કર્યું, તે પાપની આલોચના કર્યા વિના મરણ પામી માતંગ કુળમાં તું કાર ઉત્પન્ન થયો, અને વિધિપૂર્વક પૂજા કરવાના પુણ્યથી તું રાજ્ય પામ્યો.” આ પ્રમાણે સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તરત જ તેણે રાજ્ય તજી દઈને દીક્ષા લીધી. અંતે સમગ્ર દુષ્કર્મ આલોચી પ્રતિક્રમીને સ્વર્ગે ગયો. -ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૫ (પૃ.૧૮) આવશ્યક નિત્યનિયમ પ્રતિદિન સમયસર કરવાં એક શિષ્યનું દૃષ્ટાંત - આપણે સામાયિક, આલોચના, આત્મસિદ્ધિ વગેરે રોજ બોલીએ છીએ તે ક્રિયાઓ વડે મન શુદ્ધ થાય છે અને પરિણામ સ્થિર થઈ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. એક શિષ્યને શંકા થઈ કે આ રોજ નિત્યનિયમના પાઠ કરવા વિગેરે ક્રિયા શું કામ કરવી જોઈએ? તેથી ગુરુને પૂછ્યું. ગુરુએ વિચાર્યું કે આને એકદમ સમજાવવાથી નહીં = સમજે તેથી કહ્યું કે પછી સમજાવીશ. પછી તેઓ જે કુટિરમાં રહેતા હતા ત્યાં શિષ્ય સવારે આવ્યો ત્યારે તેને કહ્યું કે આજે તો બહાર અમુક જગ્યાએ બેસવું છે. બીજે દિવસે નદીએ લઈ ગયા. ત્રીજે દિવસે અન્ય સ્થળે ગયા. એમ કરતાં સાત દિવસ કુટિર સાફ ન કરતાં અન્ય સ્થળે રહ્યા પછી આઠમે દિવસે શિષ્યને કહ્યું કે આ કુટિર ઝટ સાફ કર. પરંતુ ત્યાં કચરો બહુ હતો તેથી શિષ્ય કહ્યું કે અહીં તો બહુ કચરો થઈ ગયો છે તેથી સાફ કરતાં વાર લાગશે. એક 360