SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન ત્યારે એ ઉપરથી ગુરુએ સમજાવ્યું કે આપણે રોજ કેટલાંય પાપ કરીએ E ની છીએ. તેનું નિવારણ કરી ચિત્તશુદ્ધિ કરવાની દરરોજ જરૂર છે. નિત્યનિયમ ) પ્રમાણે દરરોજ ક્રિયાઓ ન કરીએ તો પછી કર્મમેલ વધી જતાં શુદ્ધિ કરવાનું બહુ મુશ્કેલ પડે; મન સ્થિર થાય નહીં. ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ ન થતાં દોષવૃદ્ધિ થાય. જ્યારે તત્ત્વ વિચારવા તો સાત્વિક મન જોઈએ. તે માટે ગુઆજ્ઞા અનુસાર ક્રિયા પ્રતિદિન ભાવપૂર્વક કરવી જોઈએ.તો પુણ્યબંધ થઈ પરંપરાએ તે મોક્ષનું કારણ થાય. આત્માર્થે ક્રિયા કરવાનું લક્ષ રાખવું. જપ-તપ પૂજાપાઠ એક આત્માર્થે કરી સંસારથી છૂટવા માટે કરવા. મન સ્થિર થઈ સંવર, નિર્જરા થાય એ લક્ષ રાખવો. સંસારની સર્વ ઇચ્છા ત્યાગીને આજ્ઞા આરાઘવી. “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.” નિત્યનિયમાદિ પાઠ” માંથી - વૈરાગ્યભાવે ઊંડા ઊતરતાં ભગવાનનું અને પોતાનું સ્વરૂપ એક જણાય છે “પોતાના દોષો અંતરમાં તપાસતાં ભગવાન તરફ નજર જાય છે. ભગવાનનું અંતર કેવું છે? તે સમજાય ત્યારે મારું અંતર પણ તેવું જ છે એમ જણાય. ભગવાનમાં દોષ કે વિભાવ નથી એ વિચારતાં પોતે દોષ અને વિભાવથી પાછો વળે. ત્રણ લોકના નાથ શુદ્ધ આત્મારૂપ ભગવાન છે. ભગવાનના તત્ત્વ-આત્મસ્વરૂપ સુઘી નજર જાય તો ચમત્કાર લાગે કે મારું સ્વરૂપ તમે પ્રગટ કર્યું તેવું જ છે! મૂળ સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી, કર્મને લઈને ભેદ કહેવાય છે. “જિનપદ નિજપદ એકતા.” ક્ષમાપનાની વચ્ચે મૂકેલા આ વાક્યમાં કૃપાળુદેવે ઉત્તમ મર્મની વાત કહી દીધી છે.” ઊંડો વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે તેથી આત્મજ્ઞાન થાય “કર વિચાર તો પામ.” વસ્તુ સ્વરૂપ સમજવા જે ઊંડો વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે. “વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઊપજે; અનુભવ યાકો નામ.” એમ બનારસીદાસે કહ્યું છે.” આત્મવિચારથી સુખશાંતિ થાય. પણ તે સદ્ગુરુના બોઘે થાય તો જ સાચી “બીજા વિચારથી મન થાકી જાય, માથું દુઃખે. આત્માનો વિચાર કરતાં સુખ ઊપજે, શાંતિ થાય. ઊંડો ઊતરું છું એટલે બાહ્યભાવથી છૂટું છું. જ્ઞાની પુરુષના વચનના અવલંબને પોતાનું ખરું સ્વરૂપ સમજાય છે. સદ્ગુરુના બોઘે જે વિચારણા થાય તે સુવિચારણા છે.” બીજા વિચારો રોકી મનને આત્મવિચારમાં લઈ જવા આત્મબળ કરવું પડે બીજા વિચારોથી રોકીને મનને આત્મવિચારમાં લઈ જવું હોય તો ત્યાં આત્મવીર્ય ફોરવવું પડે છે. પછી તેનો અભ્યાસ થઈ જતાં મન તે તરફ સહેજે ઢળે ત્યારે બીજાં કામ કરતાં પણ 361
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy