________________ આજ્ઞાભક્તિ fe 1 આત્મવિચારમાં રહી શકે. ભગવાનનું સ્વરૂપ અદ્ભુત છે! વૈરાગ્ય, ઉપશમ વડે ઊંડા ઊતરતાં મારા સ્વરૂપને પ્રકાશિત કરે તેવું તમારું સ્વરૂપ કેવું જણાય?” (નિત્ય. પાઠ પૃ.૪૧) બોઘામૃત ભાગ-૧' માંથી : સત્સંગમાં સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરે તો મોક્ષની રુચિ થાય જીવનમાં કરવા યોગ્ય એક સત્સંગ છે. ત્યાં સાંભળવાનું મળે છે. પ્રભુશ્રીજી કહેતા કે મરી જજો પણ સત્સંગ કરજો, સમ્યક્દર્શન અને રુચે, સંસાર અસાર છે એમ લાગે. મોક્ષ શાશ્વત છે, એ રુચ્યો તો સમ્યગ્દર્શન થયું. જ્યારથી મોક્ષની રુચિ થઈ ત્યારથી સમ્યગ્દર્શન છે. રોજ સંભારવું કે “હું શું કરવા આવ્યો છું? શું કરું છું?” એમ જો જીવ વિચાર કરે તો પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણથી પણ વધારે લાભ છે. કરે તો થાય.” -બો.૧ (પૃ.૩૭૭) શું કરવાને તું આવીઓરે, શું કીઘો વિચાર; આજકાલ ઊઠીને ચાલવું, હાંરે મુકી સર્વે સંસાર, જોને વિચારી જીવડા. જોને વિચારી જીવડા રે માથે મરણનો માર, જોને વિચારી જીવડા.” “હે ભાઈ જરી મનમાં વિચારો, કેમ આવ્યો હું અહીં; ને શું કર્યું મેં કાજ આજે, વ્યર્થ તો જીવ્યો નહીં; બગડ્યું જરૂર સુઘારવું, સુઘરેલ બગડે ના હવે, એ કાળજી ઘરી કાળજે, જીવન ગુજારું આ ભવે.” -પૂ. શ્રી બ્રહ્મચારીજી “તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો.” નિત્યનિયમાદિ પાઠ” માંથી - ભગવાનની નીરાગી દશા સમજવા માટે પોતાના રાગદ્વેષ છોડવા પડે “જ્ઞાની પુરુષ કેવા નિશ્ચિત છે, સુખી છે તેનો વિચાર કરીએ તો આપણું ચિત્ત એ ભાવમાં જાય છે; જ્ઞાની પુરુષ કેવા છે તે કહે છે. નીરાગી! તે દશા સમજવા પોતાને રાગ છોડવો પડે. જ્યારે પોતાને રાગદ્વેષ થાય ત્યારે ભગવાનનું નીરાગી સ્વરૂપ સંભારે તો રાગદ્વેષ જતા રહે.” પ્રભુ રાગદ્વેષરહિત હોવાથી, નિર્વિકારી, સચિદાનંદી અને સહજાનંદી છે “નિર્વિકારી–રાગદ્વેષથી થતા સર્વ વિકારથી રહિત. સત્—આત્મા, સત્ ચિત્ આનંદ સ્વરૂપ, આત્માને જાણવાથી થતાં આનંદ સ્વરૂપ, ભગવાન આત્મિક સુખવાળા છે. રાગ, વિકાર અને વિષયાદિનો આનંદ દુઃખના કારણ છે. ભગવાન તેથી છુટ્યા છે. પોતાના આત્માનું સહજ સુખ અનુભવે છે. આટલું તો અપૂર્ણ દશામાં પણ ક્વચિત્ હોય; હવે પૂર્ણદશાનાં લક્ષણો કહે છે.” 362