________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન ભગવાન સર્વજ્ઞદશાને પામેલા હોવાથી અનંતજ્ઞાની, અનંતદર્શી છે ભગવાન પૂર્ણ દશાને પામ્યા હોવાથી અનંતજ્ઞાની અને અનંતદર્શી છે. “હે મુમુક્ષુ, એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જોયપણે તારે વિષે દેખાશે.” ભગવાન કેવળજ્ઞાની હોવાથી ત્રણેય લોકને જણાવવા સમર્થ છે સર્વ આવરણ દૂર થયા હોવાથી ભગવાનને ત્રણે લોકનું ત્રણે કાળનું જ્ઞાન છે. તેથી રૈલોક્યપ્રકાશક છે. આ ભગવાનના ગુણોમાં ચિત્ત રાખવા યોગ્ય છે. બીજું જાણવાની ઇચ્છાથી નિવર્ત જ્ઞાનીના સ્વરૂપનો લક્ષ રાખવો.” (પૃ.૪૨) બોઘામૃત ભાગ-૧' માંથી : મારું ખરું સ્વરૂપ જ્ઞાન-દર્શન છે, એવી ભાવના કરવાની છે' “રોજ બોલીએ છીએ : “તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો.” એ જ આપણું સ્વરૂપ છે. મારું ખરું સ્વરૂપ જ્ઞાન-દર્શન છે, એવી ભાવના કરવાની છે. જે ખરું સ્વરૂપ છે તે વારંવાર સંભારવાનું છે. જ્ઞાની તો પોકારી પોકારીને કહે છે, પણ એને બેસવું જોઈએ ને?” (જૂનું બો.૧ પૃ.૨૭૩) “માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું” નિત્યનિયમાદિ પાઠ' માંથી - આ ક્ષમાપના કોઈ સાંસારિક સુખની ઇચ્છાથી કરી નથી. માત્ર આત્માનું હિત થાય, કર્મબંઘથી મુક્ત થવાય એ હેતુથી કરી છે. ખરા ભાવથી ભગવાનને અંતરમાં સાક્ષી રાખીને કરી છે. પૂર્વે બાંધેલા કર્મ ઉદય તો આવે પરંતુ તે વખતે રાગદ્વેષ ન કરતાં સમતા ક્ષમા રાખું જેથી ફરી તેવાં કર્મ ન બંઘાય એમ ભગવાન પ્રત્યે યાચના છે, બીજું કંઈ ઇચ્છવું નથી. જે આવે તે ખમી ખૂંદવું. ભગવાનને ભૂલવા નહીં. ઘીરજ ન છોડવી. દ્રઢતા હોય તો ક્ષમા રહે.” (નિત્ય. પાઠ પૃ.૪૩) બોઘામૃત ભાગ-૩' માંથી - પરમકૃપાળુદેવનો આશ્રિત થયો તે વહેલો મોડો તેની દશાને પામશે “આપને પાખી ઉપર પત્ર લખવા વિચાર હતો પણ વહેલો મોકો મળ્યો તો વહેલી ક્ષમાયાચનામાં કંઈ દોષ નથી. ગયા કાળથી ચોમાસી પાખી પર્યત આપના તથા આપના કુટુંબી પ્રત્યે કંઈ દોષ થયા હોય તેની ઉત્તમ ક્ષમા નમ્રભાવે પરમકૃપાળુદેવની સાક્ષીએ જય સદ્ગુરુવંદનપૂર્વક યાચું છું તે સ્વીકારી ઉત્તમ ક્ષમા આપવા કૃપાવંત થશોજી. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની અનંત કૃપાથી જે જે જીવોને પરમકૃપાળુદેવની ભક્તિનો રંગ લાગ્યો છે તે ચોલમજીઠના રંગ જેવો છે. જે 363