________________ આજ્ઞાભક્તિ E ની પરમકૃપાળુદેવનો આશ્રિત થયો તે વહેલો મોડો તેની દશાને પામશે, એમ વિચારી સર્વ પ્રત્યે પૂજ્યબુદ્ધિ રાખી સર્વની ક્ષમા યાચી નિઃશલ્ય થવાનો પ્રાચીન રિવાજ વિચારવાન જ્ઞાનીઓનો આપણા સર્વને અત્યંત ઉપકારી છેજી-બો.૩ (પૃ.૪૧૩) “એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.!” નિત્યનિયમાદિ પાઠ' માંથી - નવતત્ત્વ કે છ પદ વગેરેમાં મને શંકા ન થાય એ જ અભિલાષા “ભગવાન પાસે શું માગ્યું છે તે કહે છે. એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. નિઃશંકતા એ સમકિતનો પહેલો ગુણ છે. એક પળ માત્ર શંકા થાય તો બધું બગાડી નાખે, ગાઢ કર્મ બાંધી લે. શંકા સંતાપકારી છે. શંકા રહિત સમક્તિીને રાતદિવસ પુરુષાર્થ જાગે, રાતદિવસ આત્મામાં વૃત્તિ લાગી રહે. એમ એ રીતે મોક્ષમાર્ગમાં વર્તુ એ માગ્યું.” રાતદિવસ તમારી કહેલી ભક્તિ અને સ્વાધ્યાયમાં જ મારી વૃત્તિ રહો “પુષ્પમાળા”માં ભક્તિકર્તવ્ય અને ઘર્મકર્તવ્ય એમ ભેદ બતાવ્યા છે. સત્પરુષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ, સ્વાધ્યાય વગેરે કરવું તે ભક્તિ છે અને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, આત્માનાં પરિણામ સ્થિર થાય તે ઘર્મ છે. શરૂઆતમાં ભક્તિ એ મુખ્ય છે. તેનું પરિણામ ઘર્મ છે તે આગળ ઉપર સમજાય છે.” દિવસે, રાત્રે કે નિદ્રામાં તમારી કહેલી આજ્ઞામાં જ પ્રવર્તી એ જ ઇચ્છા “દેહને અંગે બીજાં કાર્યમાં પ્રવર્તવું પડે ત્યારે અને રાત્રે નિદ્રામાં પણ ભાવના તો આત્માર્થ કરવાની જ રહે એમ લક્ષ રાખવો. એમ દિવસે તેમ જ રાત્રે ભગવાનની આજ્ઞામાં ઘર્મધ્યાનમાં પ્રવર્તાય એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ એટલે મારી સર્વ ઇચ્છા તેમ જ વર્તન મોક્ષ માટે જ હો.” (નિત્ય. પાઠ પૃ.૪૩) હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહ્યું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું ." નિત્યનિયમાદિ પાઠ” માંથી - પૂર્વે કરેલા પાપોની ક્ષમા ચાહું છું અને નવા ન બંઘાય એમ ઇચ્છું છું હે ભગવાન! આપ સર્વજ્ઞ છો તેથી બધું જાણો છો. મારાં સત્તામાં રહેલાં કર્મને પણ જાણો છો. હું અલ્પજ્ઞ તમને શું કહ્યું? મારાં કર્મજન્ય પાપો ક્ષય થાય અને ફરી તેવાં ન બંઘાય એવી સમતા ક્ષમા ઘીરજ રહે એમ ઇચ્છું છું.” (નિત્ય.પાઠ પૃ.૪૪) 364