________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન બાજૂ ગુમ Imain માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું..... “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - માત્ર પશ્ચાત્તાપથી કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છે તો જ કલ્યાણ કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાનઅવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાનીપુરુષનો સમાગમ થતાં તે જ્ઞાનીપુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બઘા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યા છે, માટે તમે ભૂલ ખાશો નહીં; તો તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકો નહીં. જો તે સાધુ એમ કહે, મારાથી એમ થાય નહીં; એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મૂકું, 2 તે કહો તે કરું; પણ ત્યાં તો મારાથી નહીં જવાય.” જ્ઞાની કહે છે ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતો નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તોપણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી; માટે જઈને ક્ષમાપના માગે તો જ કલ્યાણ થાય.” (વ.પૃ.૯૯૨) - ઉદયન રાજાનું દૃષ્ટાંત - સાઘર્મી ભાઈ પ્રત્યે ક્ષમાયાચના કરું. ઉદયન રાજાને ત્યાં ભગવાનની પ્રતિમા હતી. તે પ્રતિમાને સાચવવા માટે રાજાએ એક દાસી રાખી. તે કુબજા હતી. પણ ગુટીકાના પ્રભાવથી તે બહુ સુંદર બની ગઈ. એક દિવસ ચંડપ્રદ્યોત રાજા ત્યાં આવ્યો. તે દાસીને જોઈ મોહ પામ્યો અને તેને સાથે આવવા જણાવ્યું. પણ તેણીએ કહ્યું કે ભગવાનની પ્રતિમા લો તો જ હું આવું, નહી તો નહી. તેથી રાજા ચંડપ્રદ્યોત ભગવાનની પ્રતિમા તથા દાસી બન્નેને લઈ ગયો. ઉદયન રાજાને ખબર પડવાથી તેની સાથે યુદ્ધ કરી ચંડપ્રદ્યોત રાજાને પકડી લાવ્યો અને તેના કપાળમાં દાસીપતિ એવો પટો કરી ચોંટાડ્યો. જ્યારે પર્યુષણ પર્વ આવ્યા ત્યારે ઉદયન રાજાએ ઉપવાસ કર્યો અને રસોયાને કહ્યું કે ચંડપ્રદ્યોત રાજાને જે ભાવે તે પૂછીને બનાવ. રસોઈઆએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આજે કેમ પૂછે છે? કોઈ દિવસ તો પૂછતો નથી. ત્યારે રસોઈઆએ કહ્યું કે આજે તો અમારા ઉદયન રાજાને ઉપવાસ છે. ત્યારે ચંડપ્રદ્યોતે વિચાર્યું કે કદાચ મને મારવા માટે એમ કર્યું હશે એમ ઘારી તેણે કહ્યું : મારે પણ આજે ઉપવાસ છે. તે વાત સાંભળીને ઉદયન રાજાએ વિચાર્યું કે અહો! આ તો મારો સાથÍભાઈ થયો. તેથી તેને કેદમાંથી મુક્ત કરાવ્યો અને પોતે 365