________________ આજ્ઞાભક્તિ પણ માન મૂકી તેની ક્ષમા માગવા ગયો. ક્ષમા માગી પોતાના રાજ્યમાં પાછો મોકલાવી દીધો. (ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૩) આમ સહધર્મી ભાઈબહેનો પ્રત્યે ખરા અંતઃકરણથી ખમાવું; પણ ખમાવવામાં માન રાખું નહીં. બોઘામૃત ભાગ-૧' માંથી : ભવભીરુ જીવ કષાય થાય તો પશ્ચાત્તાપ કરે અને તે પોતાનો દોષ માને મુમુક્ષુ–કોઈ અયોગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતો અને પછીથી વિચાર આવે ત્યારે પશ્ચાત્તાપ થાય છે એનું શું કારણ હશે? “પૂજ્યશ્રી–એટલી વિચારની ખામી છે. કેટલાક જીવોને અયોગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતો અને પાછળથી પણ પશ્ચાત્તાપ નથી થતો. કેટલાકને પ્રથમ વિચાર નથી આવતો અને પાછળથી પશ્ચાત્તાપ થાય છે. અને કેટલાકને પહેલાં વિચાર થાય કે આ મારે કરવા યોગ્ય નથી છતાં પરાધીનતાને લીધે કરે, પછી પશ્ચાત્તાપ કરે છે. જીવ ભવભીરૂ હોય તેને કષાય ભાવ થવા લાગે ત્યારે આ સારા છે એમ ન થાય. તેને મનમાં “એમ શા માટે થયું?” એટલું થાય પછી વિચાર કરે કે કોઈનો દોષ નથી. મારા કર્મનો દોષ છે. તેથી આગળ વાદ, પ્રવાદ કે ઝઘડા થતા નથી.” -બો.૧ (પૃ.૨૨૯) સમજીને અભ્યભાષી થનારને પશ્ચાત્તાપનો થોડો જ અવસર સંભવે કામ, માન અને ઉતાવળ એ ત્રણ મોટા દોષો છે. ઉતાવળ એ મોટો દોષ છે. દરેક કામમાં બોલતાં ઉતાવળ ન કરવી. વિચાર કરીને બોલવું. આ હું બોલું છું તે હિતકારી છે કે નહીં? એમ વિચાર કરીને બોલવું. થોડુંક થતું હોય તો થોડુંક કામ કરવું. પણ સારું કામ કરવું. ઉતાવળ ન કરવી. વિચારની ખામી છે.” -o.1 (પૃ.૨૨૯) ‘બોઘામૃત ભાગ-૩' માંથી :હું કોઈને દુઃખનું કારણ ન થાઉં માટે સર્વને સાચા ભાવે ખમાવું છું “ખમાવું સર્વ જીવોને, સર્વે જીવો ખમો મને; મૈત્રી હો સર્વની સાથે, વૈરી માનું ન કોઈને. અષાઢ ચોમાસી પાખી સંબંધી આપ કોઈ પ્રત્યે માઠા યોગાધ્યવસાયથી જાણતા-અજાણતાં અયોગ્ય વર્તન થયું હોય તે ભાવ નિંદી, ફરી તેમ નહીં વર્તન થવા દેવાની ભાવનાએ ઉત્તમ ક્ષમા પરમકૃપાળુદેવની સાક્ષીએ ઇચ્છું છું તથા તેવા કોઈ આપના વર્તનની સ્મૃતિ રહી હોય તે ભૂંસી નાખી નિઃશલ્યપણે ખમું છુંજી. ક્લેશનું કારણ કોઈને આ જીવ ન થાય અને કોઈને ક્લેશનું કારણ ન માને એવા ભાવ ટકી રહે તેવી પરમકૃપાળુદેવ પ્રત્યે સાચા અંતઃકરણે યાચના-ભાવના-ઇચ્છા છે. સર્વને નમ્રભાવે ખમાવી પત્ર પૂર્ણ કરું છુંજી.” -બો.૩ (પૃ.૭૦૩) 366