________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન પર્યુષણની આરાધના કરી સર્વને ભાવથી ખમાવે તો આરાધક કહેવાય “આજના દિવસમાં કોઈના પ્રત્યે વિરોઘ થયો હોય તે સાંજ સુધીમાં શમાવી દેવા ક્ષમાપના આદિ ઉપાય લઈ શાંત થવું. બાર માસમાં જે દોષ થયા હોય તે યાદ હોય તો તેના ઉપાય લઈ નિર્વેર થવું અથવા યાદ ન હોય તો અંતરભાવથી સર્વ પ્રત્યેથી વેર-વિરોઘરહિત થવું એ આશયથી પર્યુષણ પર્વની ક્ષમાપના હોય છે. જેની સાથે વિરોઘ હોય, જાણતાં હોઈએ છતાં તે વેર મટાડવા ઉપાય ન લઈએ કે વઘારીએ અને દૂર જ્યાં વેર ન હોય ત્યાં પત્રાદિ લખીએ એવી હાલ રૂઢિ થઈ ગઈ છે તે પલટાવી હૃદયમાંથી વેરભાવનું કલંક દૂર કરી, “સર્વ જીવો મારા મિત્રો છે, તેમણે કરેલા દોષો ભૂલી જઉં છું અને મેં તેમના પ્રત્યે કરેલા દોષોની ક્ષમા ઇચ્છું છું.” આવું ઉદાર દિલ જ “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ઘર્મ પામવા યોગ્ય છેજી. આ પત્ર વારંવાર વિચારી, હૃદય કોઈ પ્રત્યે વેરભાવ ન રાખે તેટલી નમનતા, લઘુતા અને સર્વને ક્ષમાવવાની યોગ્યતા લાવે તેમ જ આચરવાની હિંમત ઘરી નિઃશલ્ય થાય તેમ કરવા વિનંતી છેજી.” -બો.૩ (પૃ.૬૦૧) કષાય થાય એ મોટો દોષ અને કષાય ઘટે તેટલું કલ્યાણ “સભામંડપમાં જેની સાથે વિક્ષેપ થાય તેવો પ્રસંગ થયો હોય તેની વિનયભાવે ક્ષમા ઇચ્છવા યોગ્ય છે અને ફરી તેવો પ્રસંગ સત્સંગમાં ન બને તેવો લક્ષ રાખવા યોગ્ય છે. પોતાનો વાંક ના હોય તો પણ સામાના ચિત્તને સમાઘાન થાય તે અર્થે પણ ક્ષમા માગવા યોગ્ય છે. ટાઢા પાણી (પીવા) કરતાં કષાય પરિણામ થાય તે મોટો દોષ છે. તેનાં પરિણામમાં ફરી ન અવાય તેવો નિશ્ચય તે ખરું પ્રાયશ્ચિત્ત છે. ફરી એકાસણું કરવું તે દ્રવ્ય-પ્રાયશ્ચિત્ત છે.” ઓ.૩ (પૃ.૬૨૬) હું તો અઘમાઘમ છું એમ થાય તો અભિમાન ન થાય જીવને ‘હું સમજું એવું અભિમાન રહ્યા કરે છે તેથી બીજાઓ સાથે ક્લેશ કરે છે ? ‘તમે બરાબર જાણતા નથી, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ.” એ આદિ ‘હું સમજું છું એવું જીવનું અવ્યક્ત અભિમાન છે. “હું અધમ છું” એવો જો નિશ્ચય થાય તો તે એમ જાણે કે “આખું જગત મારા કરતાં સારું છે” એટલે કોઈથી પણ એને ક્લેશ થાય નહીં.” –બો.૩ (પૃ.૬૨૬) પશ્ચાત્તાપપૂર્વક કરેલા પાપની આલોચના કર્યા વિના પાપથી છુટાતું નથી. ગુરુનો યોગ હોય તો જઘન્યપણે પ્રતિવર્ષ તો જરુર ગુરુ પાસે આલોચના કરવી. કહ્યું છે કે જંબુદ્વીપમાં જેટલાં વેલુઓનાં રજકણ છે તે બઘાં રત્નો થઈ જાય અને તેટલાં રત્ન કોઈ પ્રાણી સાત ક્ષેત્રમાં આપે તો પણ આલોચના કર્યા વિના એક દિવસના પાપથી પણ છુટાતું નથી.” વળી કહ્યું છે કે “જંબુદ્વીપમાં જેટલા પર્વતો છે તે બધા સુવર્ણના થઈ જાય તેને કોઈ સાત ક્ષેત્રમાં આપે તો પણ આલોચના કર્યા વિના એક દિવસના પાપથી પણ છુટાતું નથી. ત્યારે આલોચના વિના 367