________________ આજ્ઞાભક્તિ f6 કી ઘણા દિવસોના ઉપાર્જિત પાપની હાનિ તો કેવી રીતે થાય? તેથી વિધિપૂર્વક આલોચના કરીને ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રમાણે જો કરે તો જ તે ભવે પણ પ્રાણી શુદ્ધ થાય છે. જો એમ ન હોય તો દ્રઢપ્રહારી વગેરેની તે જ ભવે સિદ્ધિ કેમ થાય?” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩ (પૃ.૩૭) એક કુંભારનું દ્રષ્ટાંત - “એક કુંભાર માટલા ઘડતો હતો. ત્યારે એક છોકરો દૂર બેસીને નિશાન તાકીને કાંકરો ફેંકી માટલાને કાણું પાડી નાખે. ત્યારે કુંભારે કહ્યું કે ભાઈ તું આ શું કરે છે? મારા માટલાને નુકસાન થાય છે. ત્યારે છોકરો કહે–મિચ્છામિ દુક્કડે એમ બે-ત્રણ વાર માટલા ફોડી એમ જ કહ્યા કરે. ત્યારે કુંભારે પણ એક કાંકરો લઈ છોકરાને કાને જોરથી મરડવા લાગ્યો. ત્યારે છોકરો કહે મને બહુ દુઃખે છે. ત્યારે કુંભાર કહે–મિચ્છામિ દુક્કડં. છોકરો કહે–એવો કેવો તારો મિચ્છામિ દુક્કડં. ત્યારે કુંભાર કહે-જેવો તારો તેવો મારો. પછી માટલા ફોડવાનું તેણે બંધ કર્યું. આમ દોષ કર્યા કરે પણ પશ્ચાતાપ કરી જીવ પાછો ન ફરે તો તે દોષો કેમ જાય? માટે પશ્ચાતાપ કરી દોષો ઘટાડવા કે મટાડવા જોઈએ તો જ જીવનું કલ્યાણ થાય. બે ચોરોએ સાચા ભાવથી પશ્ચાત્તાપ કર્યો તો પાપ ઘોવાઈ ગયું ત્રણ ચોરનું દ્રષ્ટાંત - “બે ચોરોએ પોતાના બન્નેના ભોગ માટે સમાન માલિકીપણે દ્રવ્યની ચોરી કરી હતી. તેમાં એક ચોર પોતાના આત્માને સાચા અંતઃકરણથી ઠપકો આપતો કહે છે કે, “આવી ચોરીનું અકાર્ય કરનાર મને ધિક્કાર થાઓ', આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાથી ચોરી 368