________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન સંબંઘી થયેલા પાપનો ક્ષય થયો, એટલે તેને ચોરપણાનો અભાવ થયો. કેવી fe રીતે? તો કે કોઈક તેવા નિમિત્તથી રાજપુરુષોએ તેમના ઉપર ચોરીની શંકા થવાથી પકડ્યો અને દિવ્ય કર્યું. તેમાં તપાવેલ લોઢાના અડદ અને તેના બીજા પ્રકારે શુદ્ધિ કરી. ફરી પણ ગુદામાં શૂળી ભોંકી. આ વગેરે દેવતાના પ્રભાવથી તે ચોરને કશી આંચ ન આવી. તથા બીજા ચોરે વિવિઘ પ્રકારના અકાર્ય કરેલાં અને પારકું દ્રવ્ય ભોગવવાના સમયે તેને ઘણો પશ્ચાત્તાપ થયો. એ પશ્ચાત્તાપના કારણે ચોરી સંબંધી ઉપાર્જન કરેલું પાપકર્મ ઘોવાઈ ગયું. ત્યારપછી રાજસેવકોએ તેને પકડ્યો. દેવતાના પ્રભાવથી તપેલા અડદ વગેરેથી તેની પરીક્ષા - શુદ્ધિ કરી. દિવ્ય પ્રભાવથી તથા ચોરીનું પાપકર્મ ઘોવાઈ ગયેલ હોવાથી તે ચોરને કશી આંચ ન આવી. હવે ત્રીજા ચોરને પકડ્યો, રાજ્યાધિકારીઓએ પૂછ્યું, એટલે તેણે કહ્યું કે તે બન્ને ચોર છે એમ જણાવ્યું. ત્રીજાને શૂળી પર ચઢાવ્યો, તો તે મૃત્યુ પામ્યો. - ત્યાર પછી પહેલા ચોરે પણ ચોરી કર્યાની કબુલાત સ્વીકારી કે અમે પણ ચોરી કરેલી જ છે. તેને ગુદામાં શૂળી ભોંકી, પરંતુ વિંઘાયા વિના તે નીચે ઊતરી આવ્યો, ત્યારે સર્વ લોકો વિસ્મય પામ્યા, એટલે દેવતાઓએ સાચી હકીકત જણાવી કે, આણે ચોરી કરી હતી, પરંતુ પશ્ચાત્તાપરૂપભાવથી ચોરીથી ઉપાર્જન કરેલ કર્મ ખપાવી નાખ્યું છે. ત્યાર પછી તે વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી, ચોર ઋષિ તરીકે પ્રસિદ્ધિ પામ્યો.” -ઉપદેશ પદ મહાગ્રંથ (પૃ.૪૯૮) 369