________________ આજ્ઞાભક્તિ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત ન કરવાથી ભયંકર સ્થિતિ પ્રાપ્ત થઈ એક ગોવાળે બાવળની સૂળમાં જૂને પરોવી મારી હતી, તેનું પ્રાયશ્ચિત્ત ન જ કરવાથી તે એકસોને આઠ ભવ સુધી સૂળીથી મરણ પામ્યો હતો. ગોવાળનું દૃષ્ટાંત - નાગપુર નામના નગરમાં માઘવ નામે એક ગોવાળ રહેતો હતો. તે એક દિવસ ગાયો ચારવા માટે મોટા અરણ્યમાં ગયો. ત્યાં સૂર્યનો પ્રચંડ તાપ લાગવાથી એક બનેલ છાપરામાં ગયો. તેવામાં તેના માથામાંથી એક જૂ તેના હાથમાં આવી. તે જોઈને તે નિર્દય ગોવાળે તેને “આ જૂ મારા દેહનું સત્ત્વ (લોહી) પી જાય છે.” એમ વિચારીને શુળી ઉપર તેને પરોવી મારી નાખી. તે પાપના ઉદયથી તે જ ભવમાં તે ગોવાળ ચોરીના ગુનામાં આવી શૂળીની શિક્ષા પામીને મરણ પામ્યો. ત્યાર પછી તે એ જ પ્રમાણે એકસો ને સાત વાર જુદા જુદા ભવોમાં ચોરી વગેરેના દોષથી શુળીનું દુઃખ ભોગવીને મરણ પામ્યો. એકસો સાતમા ભવમાં તે પાપકર્મનો ઉદય થોડો રહ્યો, ત્યારે તેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી; અને સદા વનમાં રહીને સૂકાં પાંદડા, ફળ, ફૂલ વગેરેનું ભક્ષણ કરવા લાગ્યો. એ પ્રમાણે નિઃસંગપણે વ્રતનું પાલન કરતાં તેને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. અન્યદા તે અરણ્યની નજીકના નગરમાંથી રાજાના અલંકારોની પેટી કોઈ ચોરે ઉપાડી. તેને પકડવા માટે રાજાના સિપાઈઓ પાછળ દોડ્યા. તેઓને પાછળ આવતાં જોઈને તે ચોરે રત્નાલંકારની પેટી અરણ્યમાં સતેલા પેલા તાપસ પાસે મૂકી અને વટવૃક્ષ ઉપર ચડી ગયો. સિપાઈઓ ત્યાં આવ્યા. તો તાપ સૂતેલો હતો, અને પાસે પેટી પડેલી હતી. તેઓ પેટી સહિત તાપસને પકડીને રાજા પાસે લઈ ગયા. તાપસ વિભંગજ્ઞાનથી સર્વ હકીકત જાણ્યા છતાં પોતાના પૂર્વકૃત કર્મને નિંદતો સતો મૌન જ રહ્યો. અન્યાયી રાજાએ તેને શૂળી પર ચડાવ્યો. સમતાભાવે વેદના સહન કરવાથી તેના પૂર્વ કર્મ ક્ષય થયા અને તે શુભ ધ્યાનમાં મરણ પામીને દેવતા થયો.” આ પ્રમાણે અભયકુમારનું વચન સાંભળી બઘા ક્ષત્રિયો દયાઘર્મમાં તત્પર થયા.” -ઉ.પ્રા.ભા. ભાગ-૪ (પૃ.૨૫) શ્રી હરિભદ્ર સૂરિને પ્રાયશ્ચિત્તરૂપે 1444 ગ્રંથો રચવા પડ્યા શ્રી હરિભદ્ર સૂરિનું દૃષ્ટાંત - પોતાના શિષ્યોને બૌદ્ધઘર્મની શિક્ષા મેળવવા તેમને ત્યાં 370