________________
“આપ તણો વિશ્વાસ દ્રઢ’......
એવો પ્રત્યક્ષ સન્દુરુષનો અતિશય છે કે જેના દર્શન માત્રથી મિથ્યાત્વાદિ fe | દોષો નાશ પામે છે. પોતે પઘાર્યા તેવા જ મારા અંતઃકરણમાં જે શલ્ય સાલતું ) હતું તે વિષે વગર પૂછ્યું અંતરજામીએ કૃપા કરી જણાવ્યું કે જીવોએ જ્ઞાનીપુરુષની ઓળખાણ અનાદિકાળથી બાહ્યવૃષ્ટિએ કરેલ છેજ્ઞાનીનું સ્વરૂપ જે જ્ઞાનવૃષ્ટિએ સમજવું જોઈએ તે સમજાવી શલ્ય છેદક અપૂર્વ બોઘ કર્યો હતો.”
-પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧માંથી (પૃ.૪૫) ડાહ્યા ન થવું. લોકો પોપટને પાંજરામાં પૂરે કેમકે ડાહ્યો થવા જાય છે રત્ન વાણિયાનું દૃષ્ટાંત - “એક વાણિયો હતો તે પરદેશમાં બહુ ઘન કમાયો હતો. પછી તેને વતન (ઘર) જવું હતું. ત્યાં રસ્તામાં ઠગારું પાટણ આવે તો ઘન કેમ લઈ જવું એ વિચારવા લાગ્યો. પછી તેણે બધું ઘન આપીને ત્રણ રત્નો ખરીદ્યાં. તે લઈને ચાલ્યો. ઠગારું પાટણ આવ્યું તેમાં બઘા ઠગ ને લૂંટારા. તેમાં થઈને જવાનું હતું તેથી રત્નો ઝાડની બખોલમાં સંતાડી ભિખારીનો વેષ લઈ ગામમાં થઈ જા આવ કરે અને મોટેથી બોલે કે રત્નવાણિયો જાય છે, રત્નવાણિયો જાય છે! ઠગોએ પકડ્યો પણ રત્ન મળ્યાં નહીં. લોકોએ જાણ્યું કે આ તો ગાંડો છે. એક દિવસ તે ત્રણ રત્ન લઈને જવા લાગ્યો અને રોજની જેમ બોલતો ગયો, પણ લોકો કહે, એ તો ગાંડો છે.
( IN
UT
4 A
&
-હી
૮૩